કાશ્મીરનો `બદસુરત’ ચહેરો, રદબાતલ કલમ 370 મામલે વિધાનસભા ગૃહમાં મારપીટ

Reena Brahmbhatt
2 Min Read

શ્રીનગર, તા. 7 : કલમ 370 બહાલ કરવાના મામલે ગુરુવારે સતત બીજા દિવસે કાશ્મીરની વિધાનસભા ઘર્ષણ,?ધમાલભર્યા દૃશ્યોની સાક્ષી બની હતી. શાસક અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચેનો વિવાદ આજે તો મારપીટ સુધી પહોંચી ગયો હતો. ધારાસભ્યો અને માર્શલ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી અને ત્રણ ધારાસભ્ય ઘાયલ થયા હતા.

ગૃહને આજના દિવસ માટે મુલતવી કરવું પડયું હતું. હકીકતમાં, લેંગેટના ધારાસભ્ય ખુર્શીદ અહમદ શેખે ગૃહમાં 370ની વાપસીનું બેનર લહેરાવ્યું હતું, જે જોતાં જ ભાજપના સભ્યો ભડકી ઊઠયા હતા. બેનરમાં લખ્યું હતું કે, અમે કલમ 370 અને 35-એની બહાલી તેમજ તમામ રાજકીય કેદીનો છુટકારો ઇચ્છીએ છીએ. ભાજપ ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનરનો વિરોધ કર્યો હતો અને નારેબાજી શરૂ કરી દીધી હતી. ભાજપ ધારાસભ્યોએ કહ્યું હતું કે, 370 હવે કોઇ પણ સંજોગોમાં બહાલ નહીં થાય.

- Advertisement -

આ ઠરાવ ગેરકાયદે છે. કેસરિયા પક્ષના ધારાસભ્યો ખુર્શીદ શેખ પાસે ધસી ગયા હતા અને બેનર છીનવી લીધું હતું. એ દરમ્યાન સજ્જાદ લોન અને વહીદ પારા સાથે નેશનલ કોન્ફરન્સના કેટલાક અન્ય ધારાસભ્ય શેખનાં સમર્થનમાં ભાજપ ધારાસભ્યો સાથે બાખડી પડયા હતા. શાસક અને વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ એકબીજાના કોલર પકડી, ધક્કામુક્કી, મારામારી કરી હતી. આ દૃશ્યો જોતાં સ્પીકર બોલી ઊઠયા હતા કે, આ વિધાનસભા છે, માછલી બજાર નથી.

સત્તારૂઢ પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થતાં બેહદ વણસેલા સંઘર્ષને નાથવા માર્શલોને બોલાવવાની ફરજ પડી હતી. માર્શલોએ આર.એસ. પઠાણિયા સહિત અનેક ભાજપ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. મારામારીમાં ત્રણ ધારાસભ્ય ઘાયલ થઇ ગયા હતા. આ ઘર્ષણ દરમ્યાન કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ગૃહમાં ચૂપ બેઠેલા જોવા મળ્યા હતા. ભાજપ ધારાસભ્યો `િવશેષ દરજ્જા પ્રસ્તાવ પાછો ખેંચો’ના નારા લગાવતા રહ્યા હતા

- Advertisement -
Share This Article