E20 Petrol Scam Gujarat: ગુજરાતની જનતા પાસેથી ત્રણ મહિનામાં 643 કરોડ વધુ વસૂલાયા
ખબરના મુખ્ય મુદ્દા:
1. શું ગોલમાલ છે?
દેશમાં E-20 પેટ્રોલ ફરજિયાત કર્યું. એમાં 20% ઇથેનોલ મેળવેલું હોય છે. ઇથેનોલ સસ્તું છે.
પણ પંપ પર આપણને 100% શુદ્ધ પેટ્રોલના ભાવે E-20 વેચાઈ રહ્યું છે.
2. ભાવમાં કેટલો ફરક?
– ઇથેનોલ ભેળવ્યા પછી ભાવ હોવો જોઈએ: ₹93.76 પ્રતિ લિટર
– હાલ વસૂલાય છે: ₹101.83 પ્રતિ લિટર
એટલે લિટર દીઠ ₹8.07 વધુ વસૂલી
3. ગુજરાતને કેટલો ફટકો?
છેલ્લા 3 મહિનામાં ગુજરાતની જનતા પાસેથી ₹643 કરોડ વધુ લઈ લેવાયા.
સરેરાશ દર મહિને 30 કરોડ લિટર E-20 વેચાય છે.
4. બીજી સમસ્યા શું?
– ગુણવત્તાનો સવાલ: સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ – ટાંકીમાં બોટલમાં E-20 ભરી રાખ્યા બાદ રંગ બદલાઈ જાય છે
– વાહનને નુકસાન: ચોમાસામાં ટાંકીમાં ભેજ/પાણી જાય તો એન્જિન બંધ પડી શકે. 2023 પહેલાના વાહનો માટે E-20 મુજબ ડિઝાઈન નથી
– વિકલ્પ નથી: બ્રાઝિલ, અમેરિકામાં E-10 થી E-85 સુધીનો વિકલ્પ મળે છે. ભારતમાં ફક્ત E-20 જ આપે છે અને એ પણ શુદ્ધ પેટ્રોલના ભાવે
5. એક લિટરનો હિસાબ
1 લિટર ઇથેનોલ = ₹61.5 | 1 લિટર શુદ્ધ પેટ્રોલ = ₹89.17
20% ઇથેનોલ ભેળવવાથી કિંમત ₹6.73 ઘટવી જોઈએ. પણ ભાવ એટલા જ રાખ્યા.
E20 Petrol Scam Gujarat, Petrol Price Hike, Ethanol Blending, 643 Crore Scam, Fuel Price Gujarat, E20 Fuel Problem, Petrol Pump Fraud, Gujarat News, Fuel Adulteration, Vehicle Engine Damage

