Latest Gadgets News: Samsung Fold થી iPhone 18 Pro સુધી મોટા ખુલાસા, Dell એ ભારતમાં રજૂ કર્યા નવા પ્રીમિયમ લેપટોપ્સ

Arati Parmar
3 Min Read

Latest Gadgets News: એક તરફ Dell એ ભારતમાં ધમાકેદાર ફીચર્સ અને RTX 50-સિરીઝ GPU સાથે પોતાના સુપર-પ્રીમિયમ Alienware ગેમિંગ લેપટોપ્સ લૉન્ચ કર્યા છે. બીજી તરફ Samsungના નવા ફોલ્ડેબલ ફોન Galaxy Z Fold 8 અને Galaxy Z Flip 8ના લૉન્ચ પહેલાં જ તેમના ભાવ લીક થઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, Appleના આવનારા iPhone 18 Pro સિરીઝની બેટરી, ડિઝાઇન અને કેમેરા જેવી વિગતો પણ સામે આવી ગઈ છે. આવો, વિગતવાર જાણીએ.

સેમસંગના ફોલ્ડેબલ ફોનના ભાવ લીક

Samsung 22 જુલાઈ, 2026ના રોજ Galaxy Unpacked ઇવેન્ટમાં Galaxy Z Fold 8 અને Galaxy Z Flip 8 સિરીઝને સત્તાવાર રીતે લૉન્ચ કરવા જઈ રહી છે, જેના માટે ભારતમાં પ્રી-બુકિંગ પણ શરૂ થઈ ચૂકી છે.

- Advertisement -

લૉન્ચ પહેલાં જ ફોનના ભારતીય ભાવ લીક થઈ ગયા છે. પોર્ટુગીઝ ઑનલાઇન સ્ટોરે ભૂલથી લૉન્ચ પહેલાં જ પ્રોડક્ટ પેજ પ્રકાશિત કરી દીધા.

લીક થયેલી માહિતી મુજબ, ભારતમાં Galaxy Z Fold 8ની શરૂઆતની કિંમત 2,069 યુરો (આશરે 2.28 લાખ રૂપિયા) હોઈ શકે છે. જ્યારે Flip ફોન 1,349 યુરો (આશરે 1.48 લાખ રૂપિયા)માં રજૂ થઈ શકે છે.

- Advertisement -

iPhone 18 Pro સિરીઝના ફીચર્સ

Appleના iPhone 18 Pro સિરીઝના ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ પહેલાં તેના ઘણા મુખ્ય ફીચર્સ અને ડિઝાઇનમાં થયેલા ફેરફારો લીક થઈ ગયા છે.

લીક્સ મુજબ, આ નવા ફ્લેગશિપ ફોનમાં નાનું Dynamic Island, A20 Pro (2nm) ચિપસેટ, LTPO+ OLED ડિસ્પ્લે અને ‘Dark Cherry’ જેવા નવા કલર વિકલ્પો સાથે રિયર ગ્લાસ પર વધુ ક્લીન ફિનિશ જોવા મળી શકે છે.

- Advertisement -

આ ઉપરાંત, ફોનમાં 48MPનો મુખ્ય કેમેરા, નવા C2 કસ્ટમ મોડેમ દ્વારા સેટેલાઇટ-પાવર્ડ 5G કનેક્ટિવિટી અને iPhone 18 Pro Max વેરિઅન્ટમાં આશરે 10% મોટી બેટરી આપવામાં આવી શકે છે.

Dellએ લૉન્ચ કર્યા નવા લેપટોપ્સ

Dellએ ભારતમાં પોતાના પ્રીમિયમ Alienware 16X Aurora, Alienware 16 Area-51 અને Alienware 18 Area-51 ગેમિંગ લેપટોપ્સ લૉન્ચ કરી દીધા છે.

નવી સિરીઝમાં Intel Core Ultra પ્રોસેસર, NVIDIA GeForce RTX 50-સિરીઝ GPUs, 240Hz/300Hz રિફ્રેશ રેટ ધરાવતા OLED/WQXGA ડિસ્પ્લે અને વધુ સારી Cryo-Chamber કૂલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભાવની વાત કરીએ તો ભારતમાં Alienware 16X Auroraની શરૂઆતની કિંમત 1,76,990 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે વધુ શક્તિશાળી વેરિઅન્ટ્સ Alienware 16 Area-51ની શરૂઆતની કિંમત 3,09,990 રૂપિયા અને Alienware 18 Area-51ની શરૂઆતની કિંમત 3,14,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Share This Article