Xiaomi Power Bank 5i ની એન્ટ્રી, ફોનથી લઈને લેપટોપ સુધી અનેક ડિવાઇસ ચાર્જ કરવાની ક્ષમતા

Arati Parmar
3 Min Read

Xiaomi Power Bank 5i : શાઓમીએ ભારતીય બજારમાં નવું પાવરબેન્ક Xiaomi Power Bank 5i લોન્ચ કર્યું છે, જે પાવરબેન્ક ઉપયોગ કરનારાઓની એક મોટી સમસ્યાનું સમાધાન કરશે. સામાન્ય રીતે પાવરબેન્ક સ્માર્ટફોન ચાર્જ કરે છે, પરંતુ આજકાલ લોકો માત્ર એક જ ગેજેટ રાખતા નથી. તેઓ ટેબ્લેટ અને લેપટોપ પણ ઉપયોગ કરે છે અને શાઓમીનું નવું પાવરબેન્ક આ તમામ ગેજેટ ચાર્જ કરી શકે છે. ₹3,499માં લોન્ચ થયેલા આ પાવરબેન્કની ક્ષમતા 20,000mAh છે. તે 67W ફાસ્ટ ચાર્જિંગ અને USB Type-C કેબલ સાથે આવે છે.

Xiaomi Power Bank 5i ની કિંમત અને ઉપલબ્ધતા

- Advertisement -

Xiaomi Power Bank 5i માં 20,000mAhની ક્ષમતા આપવામાં આવી છે. તેની વિશેષ લોન્ચ કિંમત ₹3,499 રાખવામાં આવી છે. આ પાવરબેન્કનું વેચાણ 28 જુલાઈએ બપોરે 12:00 વાગ્યાથી mi.com, Amazon.in અને શાઓમીના રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

Xiaomi Power Bank 5i ના ફીચર્સ

- Advertisement -

Xiaomi Power Bank 5i ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને માત્ર ફોન ચાર્જ કરવા માટે બનાવવામાં આવ્યું નથી. કંપનીનું કહેવું છે કે લોકો ફોનની સાથે પોતાનો લેપટોપ, ટેબ્લેટ અને હેન્ડહેલ્ડ ગેમિંગ ડિવાઇસ પણ તેનાથી ચાર્જ કરી શકશે. તે USB Type-C પોર્ટ સાથે આવે છે અને 67W સુધીની ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

પાવરબેન્ક સાથે થતી ધીમી ચાર્જિંગની સમસ્યાને આ પાવરબેન્ક દૂર કરે છે. જો તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, તો Xiaomi Power Bank 5i પણ તેની બેટરીને ઝડપથી સંપૂર્ણ ચાર્જ કરી દેશે.

- Advertisement -

મળે છે ઇન-બિલ્ટ Type-C કેબલ

આ પાવરબેન્ક સાથે કંપનીએ ઇન-બિલ્ટ USB Type-C કેબલ આપી છે. એટલે લોકોને અલગથી કેબલ સાથે રાખવાની જરૂર નહીં પડે. ઇન-બિલ્ટ કેબલ ઉપરાંત તેમાં એક USB Type-C પોર્ટ અને એક USB-A પોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેના દ્વારા વપરાશકર્તાઓ એકસાથે અનેક ડિવાઇસ ચાર્જ કરી શકે છે.

દરેક પ્રકારની ડિવાઇસને કરશે સપોર્ટ

દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ પ્રકારની ડિવાઇસને સપોર્ટ કરી શકે છે. તેમાં PD 3.0 (PPS), QC 3.5, BC1.2 અને Apple 2.4A જેવા મુખ્ય ફાસ્ટ-ચાર્જિંગ પ્રોટોકોલનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે તે Android, iOS અને અન્ય ઇકોસિસ્ટમના સ્માર્ટફોન, ટેબ્લેટ અને એક્સેસરીઝ માટે સારો વિકલ્પ બની શકે છે.

સરળ ભાષામાં સમજીએ તો આ પાવરબેન્કથી Android અને iPhone બંને ચાર્જ કરી શકાય છે.

ડિજિટલ ડિસ્પ્લેમાં મળશે જરૂરી માહિતી

આ પાવરબેન્કમાં સ્માર્ટ ડિજિટલ ડિસ્પ્લે પણ આપવામાં આવી છે, જે રિયલ-ટાઈમમાં બેટરી લેવલ અને ચાર્જિંગ સ્ટેટસ દર્શાવે છે, જેથી વપરાશકર્તાઓ પાવર પર નજર રાખી શકે. 20,000mAh ની મોટી બેટરી હોવા છતાં તેનું વજન 420 ગ્રામ છે. તેને રોજિંદા ઉપયોગમાં લેવું અને મુસાફરી દરમિયાન સાથે લઈ જવું સરળ છે.

Share This Article