Himalaya Glacier Melting: વરસાદ જ નહી આવે તો ? હવે નહીં સમજ્યા તો ટીપે ટીપા માટે તરસશો…
અને જો આ જ રીતે હિમાલય પીગળતો રહ્યો તો એક દિવસ વરસાદ પણ નહીં આવે તો?
હિમાલયનો બરફ માત્ર બરફ નથી…
એ આપણા વરસાદ, નદીઓ અને પાણીના ભવિષ્ય સાથે જોડાયેલો છે!
હિમાલયની હિમનદીઓ જે ઝડપે પીગળી રહી છે તે હવે ગંભીર ચેતવણી બની ગઈ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં હિમનદીઓના બરફમાં ઝડપથી ઘટાડો થયો છે. 2000 પછી હિમનદીઓમાંથી બરફ ગુમાવવાની ગતિ અગાઉની સરખામણીએ લગભગ બમણી થઈ હોવાનું ICIMODના અભ્યાસોમાં સામે આવ્યું છે.
પરંતુ સૌથી મોટો ખતરો માત્ર એટલો નથી કે આજે બરફ પીગળી રહ્યો છે.
સવાલ એ છે—આ બરફ જળચક્રનો મહત્વનો ભાગ છે. જો આવનારા વર્ષોમાં હિમાલયનું બરફનું આવરણ સતત ઘટતું ગયું તો આપણા વરસાદ અને પાણીના સમગ્ર ચક્ર પર તેની શું અસર પડશે?
આજે હિમનદીઓ ઝડપથી પીગળે છે તો નદીઓમાં પાણી વધારે આવતું દેખાઈ શકે છે.
પરંતુ બરફનો કુદરતી ભંડાર સતત ઘટતો જાય તો લાંબા ગાળે નદીઓના પ્રવાહમાં ઘટાડો અને પાણીની અછતનું જોખમ વધી શકે છે.
અને વરસાદ?
જો હવામાનનું સંતુલન આ જ રીતે બગડતું ગયું તો વરસાદ ઓછો, અનિયમિત અને અતિશય બની શકે છે.
ક્યાંક લાંબો સમય વરસાદ નહીં પડે…
અને પછી થોડા જ કલાકોમાં એટલો વરસાદ પડે કે પૂર આવી જાય!
એટલે ભવિષ્યનો ખતરો માત્ર “વરસાદ ઓછો પડશે” એટલો નથી.
ખતરો એ છે કે—
વરસાદની ઋતુનું સ્વરૂપ જ બદલાઈ શકે છે.
વરસાદની અછત → પાણીની અછત → ખેતી પર અસર → ખોરાકની અછત.
અને બીજી તરફ—
અતિભારે વરસાદ → પૂર → ભૂસ્ખલન → જાનમાલનું નુકસાન.
હિંદુકુશ-હિમાલયના જળતંત્ર પર આશરે બે અબજ લોકો નિર્ભર છે.
એટલે હિમાલયમાં થતો બદલાવ માત્ર પહાડોનો પ્રશ્ન નથી.
આ ભારતના દરેક માણસના પાણીના ભવિષ્યનો પ્રશ્ન છે.
આજે આપણે નળ ખોલીએ છીએ અને પાણી મળી જાય છે.
પણ જો કુદરતનું જળચક્ર સતત અસંતુલિત થતું ગયું તો આવતી પેઢીને કદાચ પૂછવું પડશે—
“પીવાનું પાણી ક્યાંથી મળશે?”
અને સૌથી ભયાનક સવાલ,
હવે નહીં સમજ્યા તો ટીપે ટીપે માટે તરસશો…
અને જો હિમાલય આ જ રીતે પીગળતો રહ્યો તો એક દિવસ વરસાદ પણ નહીં આવે તો?
આજે પાણી બચાવવું પડશે.
આજે પર્યાવરણ બચાવવું પડશે.
કારણ કે આવતીકાલે પાણી માટે માત્ર પૈસા નહીં—પાણી જ નહીં હોય તો શું કરશો?

