US Military Deployment Middle East: ઈરાનની આસપાસ અમેરિકાની મોટી સૈન્ય તૈનાતી, 9000 સૈનિકો સાથે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલાયું

Arati Parmar
3 Min Read

US Military Deployment Middle East: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની આસપાસ મોટી સૈન્ય તૈનાતી હેઠળ હજારો સૈનિકોને મોકલી રહ્યા છે. એક અમેરિકી અધિકારીએ સમાચાર એજન્સી APને જણાવ્યું કે અમેરિકી સેના મધ્ય પૂર્વમાં જહાજોના એક કાફલા સાથે 9000 સૈનિકોને મોકલી રહી છે. આ કાફલો અમેરિકાથી રવાના થઈ ચૂક્યો છે. સૈનિકોની તૈનાતીમાં ત્રીજું એરક્રાફ્ટ કેરિયર પણ સામેલ છે. આ તૈનાતી એવા સમયે થઈ રહી છે, જ્યારે ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ નવા હુમલા કરવાની ધમકી આપી છે.

એરક્રાફ્ટ કેરિયર સાથે 2000 મરીન પણ સામેલ

- Advertisement -

મધ્ય પૂર્વ તરફ જઈ રહેલા આ કાફલામાં 7000 નાવિક અને 2000 મરીન છે. તેમાં USS થિયોડોર રૂઝવેલ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ પણ સામેલ છે. તેમાં USS થિયોડોર રૂઝવેલ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સામેલ છે, જેને તાજેતરમાં ક્રૂઝર USS ચોસિન સાથે તૈનાત કરવામાં આવ્યું હતું. તેની સાથે USS મેકિન આઇલેન્ડ એમ્ફિબિયસ રેડીનેસ ગ્રુપ, USS જ્હોન પી મુર્થા અને USS એન્કરેજ એમ્ફિબિયસ લેન્ડિંગ જહાજ સામેલ છે.

મધ્ય પૂર્વમાં 3 એરક્રાફ્ટ કેરિયર

- Advertisement -

આ તૈનાતીનો અર્થ છે કે ઓક્ટોબરના અંત સુધી આ વિસ્તારમાં ત્રણ કેરિયર હાજર રહેશે. આ પગલાથી મધ્ય પૂર્વમાં 20000થી વધુ નાવિકો અને મરીન સાથે સેંકડો એરક્રાફ્ટ હશે. આ પહેલાં એપ્રિલમાં અમેરિકી નેવીના 3 કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ મધ્ય પૂર્વમાં હાજર હતા, જે 2003 પછી પહેલી વાર હતું. હાલમાં આ વિસ્તારમાં USS જ્યોર્જ એચ ડબ્લ્યુ બુશ અને USS જ્યોર્જ વોશિંગ્ટન કેરિયર હાજર છે.

ટ્રમ્પે ઈરાનને આપી ધમકી

- Advertisement -

અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણીઓ નજીક છે અને એવા સંકેતો છે કે આ ટકરાવ વધુ જટિલ બની શકે છે. ટ્રમ્પે મામલાને વધુ ગૂંચવણભર્યો બનાવતા ગુરુવારે ફ્લાયદુબઈમાં બનેલી ઘટનાને ઈરાન સાથે જોડવાનો પ્રયાસ કર્યો. હુમલો કરનાર કો-પાઇલટ અને ઈરાન વચ્ચેના સંબંધ અંગે તેમણે કહ્યું કે હું જે કંઈ સાંભળી રહ્યો છું, તેના આધારે જવાબ હા છે, પરંતુ અમે હજુ તેના પર કામ કરી રહ્યા છીએ.

આ સાથે જ તેમણે ચેતવણી આપી કે જો ઈરાન સાથેનું જોડાણ સાબિત થશે, તો અમેરિકા જવાબી કાર્યવાહી કરશે. ટ્રમ્પે કહ્યું, “ચિંતા ન કરો, તેમના પર ખૂબ જોરદાર હુમલો થશે. તમે બસ તેમને પૂછો. તેમને ખબર છે કે શું થયું હતું. તેમના પર ખૂબ જોરદાર હુમલો થશે.” આ પહેલાં ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝને કહ્યું હતું કે હુમલાખોર કો-પાઇલટનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું અને તેને ઇસ્લામિક, કટ્ટરપંથી વિચારધારાની તાલીમ આપવામાં આવી હતી. જોકે, તેમણે આ અંગે વધુ માહિતી આપી નહોતી.

Share This Article