ઓક્ટોબરમાં Luxury EV Sales માં BMWનો દબદબો, Teslaએ 627%ના વધારા સાથે સૌને પાછળ છોડ્યા

Arati Parmar
3 Min Read
Luxury EV Sales

Luxury EV Sales: ઇલેક્ટ્રિક કારનું બજાર દિવસેને દિવસે વધી રહ્યું છે. માત્ર બજેટ સેગમેન્ટમાં જ નહીં, પરંતુ લક્ઝરી EVsની માંગ પણ સતત વધી રહી છે અને તેનો અંદાજ વાહનોના વધતા વેચાણ પરથી લગાવી શકાય છે. ભારતમાં BMW, Tesla અને Volvo સહિત અનેક ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક કાર વેચે છે. આ કંપનીઓની કાર તેમના શાનદાર દેખાવ, ફીચર્સ અને લાંબી રેન્જ માટે જાણીતી છે. ઓક્ટોબર 2026 માટે લક્ઝરી EVsનો વેચાણ અહેવાલ આવી ગયો છે. ઓક્ટોબર મહિનામાં કુલ 868 ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે. ગયા વર્ષના ઓક્ટોબરના વેચાણની સરખામણી કરવામાં આવે તો તેમાં 53%નો મોટો વધારો જોવા મળે છે. ચાલો જાણીએ કે કઈ કંપનીએ કુલ કેટલી લક્ઝરી ઇલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું.

ઓક્ટોબર 2026માં લક્ઝરી ઇલેક્ટ્રિક કારનું વેચાણ

1. BMW પ્રથમ ક્રમે

જર્મનીની લક્ઝરી ઓટોમોબાઇલ કંપની BMWએ ઓક્ટોબરમાં સૌથી વધુ લક્ઝરી ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાવ્યું. 462 યુનિટ્સના રજિસ્ટ્રેશન સાથે કંપનીએ 53.2% બજાર હિસ્સા પર પોતાનો કબજો જાળવી રાખ્યો. જોકે, સપ્ટેમ્બરની સરખામણીમાં તેના બજાર હિસ્સામાં થોડો ઘટાડો નોંધાયો છે.

- Advertisement -

2. Teslaના વેચાણમાં રેકોર્ડ 627%નો વધારો

અમેરિકાની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની Tesla ભારતમાં સૌથી ઝડપથી આગળ વધતી લક્ઝરી બ્રાન્ડ બનીને સામે આવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં માત્ર 40 યુનિટ્સનું વેચાણ કરનારી Teslaએ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 291 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું. આ સાથે Teslaનો બજાર હિસ્સો 7.1%થી વધીને 33.5% પર પહોંચી ગયો છે, જેના કારણે તે ભારતની બીજી સૌથી મોટી લક્ઝરી EV કંપની બની ગઈ છે.

3. Mercedes-Benz પાછળ રહી

Mercedes-Benz માટે ઓક્ટોબર 2026નો મહિનો ઘણો નિરાશાજનક રહ્યો. કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 48.8%નો ઘટાડો જોવા મળ્યો. તેનું વેચાણ ઘટીને માત્ર 62 યુનિટ્સ રહી ગયું અને તેનો બજાર હિસ્સો 21.3%થી ઘટીને માત્ર 7.1% રહ્યો.

- Advertisement -

4. Volvoના વેચાણમાં પણ વધારો

વેચાણના આંકડામાં ચોથા ક્રમે રહેલી Volvo કંપનીના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે 54.2%ની વૃદ્ધિ સાથે ઓક્ટોબર મહિનામાં કંપનીએ કુલ 37 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાવ્યું. બજારમાં તેનો હિસ્સો 4.3% રહ્યો.

5. Porsche અને Lotusની સ્થિતિ

Porsche કંપનીએ ઓક્ટોબર 2026માં 15 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. માસિક ધોરણે તેના વેચાણમાં 36.4%નો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ Lotus કંપનીનો ક્રમ આવે છે, જેણે ઓક્ટોબર મહિનામાં માત્ર એક ઇલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું.

- Advertisement -

6. Audi અને Jaguarનું ખાતું પણ ન ખૂલ્યું

વેચાણના આંકડામાં સાતમા અને આઠમા ક્રમે રહેલી Audi અને Jaguar ઓક્ટોબર 2026ના સમગ્ર મહિનામાં એક પણ ઇલેક્ટ્રિક કારનું રજિસ્ટ્રેશન કરાવી શકી નહીં. એટલે કે આ બંને કંપનીઓને એક પણ ગ્રાહક મળ્યો નહીં.

Share This Article