Elephant Maya Treatment: કેરળની બીમાર હથિણી માયાની મદદે આવ્યા અનંત અંબાણી, સારવાર માટે વનતારા એરલિફ્ટ કરાઈ

Arati Parmar
3 Min Read
Elephant Maya Treatment

Elephant Maya Treatment: જન્મ સમયે જ પોતાની માતાથી અલગ થયા બાદ કેરળના વન વિભાગના કર્મચારીઓ દ્વારા ઉછેરવામાં આવેલી 18 મહિનાની નાની હથિણીને બાદમાં એવી ઇજાઓ પણ થઈ કે તે ખૂબ જ નબળી પડી ગઈ.

ઘણા હાડકાંમાં ફ્રેક્ચર થવાને કારણે પીડાથી તડપી રહેલી માયા નામની આ નાની હથિણીને હવે વનતારાના સ્થાપક અનંત અંબાણીની પહેલ પર જામનગર સ્થિત વનતારામાં એરલિફ્ટ કરીને લાવવામાં આવી છે. તેને ઇન્ટેન્સિવ કેર આપવામાં આવી રહી છે, જેથી તેને નવું જીવન મળી શકે અને સ્વસ્થ થયા બાદ તેને ફરી અભયારણ્યમાં મોકલી શકાય.

- Advertisement -

કેરળની ઘાયલ હથિણી માયાને વનતારા લાવવામાં આવી

વનતારા મેનેજમેન્ટ અનુસાર, 19 એપ્રિલ 2025ના રોજ મલયાટ્ટૂર ડિવિઝનના કાપ્રિક્કાડ નજીક મળી આવેલી આ હથિણી ખૂબ જ નબળી અને ડિહાઇડ્રેટેડ (શરીરમાં પાણીની ઉણપથી પીડાતી) હતી.

એક વર્ષથી વધુ સમય સુધી સહાયક વન પશુચિકિત્સા અધિકારી ડૉ. બિનાય સી. બાબુ અને તેમની સમર્પિત સંભાળ ટીમે દિવસ-રાત તેની સેવા કરી અને તેનો ઉછેર કર્યો. તેમણે તેનું નામ માયા રાખ્યું. જુલાઈ, 2026માં રમતી વખતે માયા લપસી પડી અને તેના ખભામાં ઈજા થઈ.

- Advertisement -

ફિઝિયોથેરાપી, સ્પ્લિન્ટ્સ (આધાર) અને સપ્લિમેન્ટ્સ આપવા છતાં તેનાં હાડકાં વધુ નબળાં થતાં ગયાં. ઑક્ટોબરના અંત સુધીમાં તેની સ્થિતિ એટલી બગડી ગઈ કે તે ઊભી પણ રહી શકતી નહોતી.

તેના આગળના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયાં હતાં. તેને છાતીમાં ચેપ લાગ્યો હતો અને શરીર પર દબાણને કારણે ઘા (પ્રેશર સોર) થઈ ગયા હતા. તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી.

- Advertisement -

ડૉક્ટરોએ માયાની બીમારીનું સફળતાપૂર્વક નિદાન કર્યું

વનતારાએ પોતાની વિશેષ પશુચિકિત્સા ટીમને સક્રિય કરી હતી. કેરળના મુખ્ય વન્યજીવ વોર્ડન ડૉ. પી. પુગાઝેંડી (IFS) દ્વારા જારી કરવામાં આવેલા સ્થળાંતરના આદેશ બાદ 6 નવેમ્બરે માયાને એરલિફ્ટ કરીને વનતારાની હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

હાથીઓના જાણીતા પશુચિકિત્સક અને વનતારાના વેટરનરી સલાહકાર પદ્મશ્રી ડૉ. કુશલ કુંવર શર્માએ પેરાથાઇરોઇડ સાથે જોડાયેલી એક એવી સમસ્યાનું નિદાન કર્યું, જેની સારવાર શક્ય બની શકે છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરના મુખ્ય વેટરનરી ડૉક્ટર યદુરાજ ખાડપેકરે પણ આ વાત સાથે સહમતી દર્શાવી હતી.

હવે અહીં તેની ચોવીસ કલાક દેખરેખ રાખીને જરૂરી સારવાર કરવામાં આવશે. વનતારાના CEO વિવાન કરાનીએ કહ્યું, “માયાએ પોતાના જીવનના દરેક દિવસ માટે સંઘર્ષ કર્યો છે. હવે અમારો વારો છે કે અમે તેના માટે સંઘર્ષ કરીએ. અમારી ટીમ એક ક્ષણ માટે પણ તેનો સાથ છોડશે નહીં.”

Share This Article