EPF Contribution Check: દર મહિને કપાતો PF તમારા ખાતામાં જમા થાય છે કે નહીં? ઘરે બેઠાં આ રીતે કરો તપાસ

Arati Parmar
3 Min Read
EPF Contribution Check

સેલેરીમાંથી PF કપાય છે પણ ખાતામાં જમા નથી થતો? EPFO પોર્ટલ પર તપાસો અને ઓનલાઈન ફરિયાદ નોંધાવો

EPF Contribution Check: ઘણીવાર લોકો પોતાની સેલેરી સ્લિપમાં દર મહિને PFની કપાત તો જુએ છે, પરંતુ ભાગ્યે જ તપાસે છે કે PFની તે રકમ તેમના ખાતામાં જમા થઈ છે કે નહીં. મોટાભાગના લોકો તપાસના નામે માત્ર કુલ બેલેન્સ જ જુએ છે, જ્યારે ઘણીવાર ટેક્નિકલ કારણો અથવા બેદરકારીને કારણે ખાતામાં PFની રકમ જમા થઈ શકતી નથી. તમારા EPFO ખાતામાં આવી કોઈ ખામી તો નથી ને, તેની તપાસ તમે ઘરે બેઠાં કરી શકો છો. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય તો તેની ફરિયાદ પણ ઓનલાઈન નોંધાવી શકાય છે.

PF ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં, કેવી રીતે તપાસશો?

  1. આ માટે સૌથી પહેલાં તમારે EPFOના મેમ્બર પાસબુક પોર્ટલ પર જવું પડશે.
  2. ત્યાં તમારા UAN અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.
  3. લોગ ઇન કર્યા પછી તમને તમારા PF ખાતા સાથે જોડાયેલી તમામ મેમ્બર ID જોવા મળશે. આમાંથી જે કંપનીનો PF તપાસવો હોય તેની ID પસંદ કરો.
  4. ત્યારબાદ પાસબુક ખોલો અને દર મહિને જમા થયેલા PFની સંપૂર્ણ વિગતો તપાસો.
  5. અહીં તમે તમારી સેલેરી સ્લિપમાં કપાયેલી PFની રકમ અને પાસબુકમાં નોંધાયેલી કર્મચારી, કંપની તથા પેન્શન યોગદાનની એન્ટ્રીને એકબીજા સાથે સરખાવી શકો છો.

કોઈ એન્ટ્રી ન મળે તો શું કરવું?

જો તમને પાસબુકમાં કોઈ એન્ટ્રી ગાયબ જણાય, તો તમે સરળતાથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમારે EPFOના ફરિયાદ નિવારણ પોર્ટલ EPFiGMS પર જવું પડશે.

- Advertisement -
  • સૌથી પહેલાં epfigms.gov.in પર જાઓ.
  • હોમપેજ પર રહેલા Register Grievance પર ક્લિક કરો.
  • તમારી કેટેગરીમાં PF Member પસંદ કરો અને ક્લેમ IDના વિકલ્પમાં No પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો UAN નંબર અને કેપ્ચા ભરીને Get Details પર ક્લિક કરો.
  • વિગતો તપાસ્યા પછી Get OTP પર ક્લિક કરો અને OTP દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ત્યારબાદ તમારી જાતિ, સરનામું, પિનકોડ અને રાજ્યની વિગતો આપો.
  • દેખાતી યાદીમાંથી જે કંપનીનો PF જમા થયો નથી તેની મેમ્બર ID પસંદ કરો.
  • હવે પૉપ-અપ વિન્ડોમાં Employer અથવા PF Office પસંદ કરો, સમસ્યાની કેટેગરી પસંદ કરો અને બૉક્સમાં તમારી ફરિયાદ વિગતવાર લખો.
  • તમારી ફરિયાદ સાથે પુરાવા તરીકે સેલેરી સ્લિપ અને EPF પાસબુકની PDF ફાઇલ અપલોડ કરો અને Add પર ક્લિક કરો.
  • અંતમાં Submit પર ક્લિક કરો. ત્યારબાદ તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે. તેના દ્વારા તમે તમારી ફરિયાદની સ્થિતિ તપાસી શકશો.
  • આ ઉપરાંત, તમે EPFOના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 14470 પર પણ સંપર્ક કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  1. PF પાસબુકમાં દર મહિને જમા થયેલી રકમને તમારી સેલેરી સ્લિપ સાથે સરખાવો.
  2. જો પાસબુકમાં કોઈ એન્ટ્રી ન મળે, તો ફોન પર અથવા EPFiGMS પર જઈને ફરિયાદ નોંધાવો.
  3. તમારી ફરિયાદમાં જે મહિનાની એન્ટ્રી મળી રહી નથી તેની તમામ વિગતો આપો. તેમાં સેલેરી સ્લિપ નંબર, PF માટે કપાયેલી રકમ, તારીખ અને UAN વગેરેનો ઉલ્લેખ કરો.
Share This Article