નવા નિયમોનો વિરોધ કરી રહેલા વેપારીઓ, મેળામાં રાઇડ્સ નહીં લગાવવાની ચીમકી આપી રહ્યા છે
રાજકોટ, (9 જુલાઇ) : રાજકોટમાં આયોજીત લોકમેળામાં આ વખતે રાઇડ્સની સંખ્યામાં મોટો ઘટાડો થઇ શકે છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા સલામતી નિયમોને કારણે મોટાભાગના રાઈડના વેપારીઓ મેળામાં ભાગ લેવાનો ઈન્કાર કરી રહ્યા છે.

TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારે એમ્યુઝમેન્ટ પાર્કના વેપારીઓ માટે કડક SOP જારી કરી છે. આ નિયમોમાં NDT ટેસ્ટિંગ, ફાઉન્ડેશન અને રાઈડ માટે ફિટનેસ સર્ટિફિકેટ જેવી ઘણી નવી શરતોનો સમાવેશ થાય છે. વેપારીઓનું કહેવું છે કે આ નિયમોનું પાલન કરવામાં ઘણો સમય અને નાણાંનો ખર્ચ થશે.
આજે યોજાયેલી હરાજીમાં 70 જેટલી રાઇડ્સના વેપારીઓએ ભાગ લીધો ન હતો. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના ઝાકિર બલોચે જણાવ્યું હતું કે જો સરકાર આ નિયમોને હળવા નહીં કરે તો મેળામાં રાઇડ્સ લગાવવામાં આવશે નહીં.
આ ઉપરાંત આઈસ્ક્રીમના વિક્રેતાઓએ પણ સ્ટોલના વધેલા ભાવને લઈને વિરોધ કર્યો છે.

