સેન્સેક્સમાં 836.34 પોઇન્ટ્સનું ગાબડું

Reena Brahmbhatt
1 Min Read

મુંબઈ, તા. 7 : અમેરિકન ફેડની બેઠક પહેલાં શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ હતું. વિદેશી ફંડોની સતત વેચવાલીના કારણે બજાર સેન્સેક્સ 836.34 પોઇન્ટ્સ (1.04 ટકા) ઘટીને 79,541.79 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 284.70 પોઇન્ટ્સ (1.16 ટકા) ઘટીને 24,199.35 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યા બેન્ક નિફ્ટી 400.90 પોઇન્ટ્સ (0.77 ટકા) ઘટીને 51,916.50 પોઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો ઉન્માદ શમી ગયો હતો.

સેન્સેક્સમાં તાતા મોટર્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે ફક્ત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેર ભાવ વધ્યા હતા. નિફ્ટીમાં હિન્દાલ્કો, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને ગ્રાસીમના ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે એપોલો હોસ્પિટલ, એચડીએફસી લાઇફ, એસબીઆઈ, ટીસીએસ અને એલ એન્ડ ટીના શેર્સ વધ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ 3 ટકાથી અધિક ઘટયો હતો.

- Advertisement -

હિન્દાલ્કો અને અદાણી એન્ટરપ્રાઇઝીસના ભાવ ઘટવાને કારણે બજારનું સેન્ટીમેન્ટ વધુ ખરાબ થયું હતું. નિફ્ટી એનર્જી, ઇન્ફ્રા, ઓટો, ફાર્મા, હેલ્થકેર, રિયલ્ટી અને આઈટી એક ટકાથી વધુ ઘટયા હતા. એક્સચેન્જના એક અહેવાલ મુજબ એફઆઈઆઈએ બુધવારે રૂા. 4445.59 કરોડના શેર વેચ્યા હતા. 7 નવેમ્બરના રોજ ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ હતું, જેથી બજારમાં નકારાત્મક વલણ હતું.

Share This Article