Indian Bank Recruitment 2025: Indian Bankમાં ઓફિસ આસિસ્ટેન્ટ ભરતી – તુરંત અરજી કરો, પગાર ₹20,000!

Arati Parmar
2 Min Read

Indian Bank Recruitment 2025: બેન્કમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવારો બેન્કમાં નોકરી કરવાનું વિચારી રહ્યાં છે, તેના માટે આ સુવર્ણ તક છે. આ માટે ઇન્ડિયન બેન્કે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન અંતર્ગત આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે. તે સત્તાવાર વેબસાઈટ indianbank.in પર જઈને અરજી કરી શકે છે.

આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તે 3 માર્ચ 2025 સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. સાથે જ આ જગ્યાઓ પર અરજી કરતા પહેલા ઉમેદવાર નીચે આપવામાં આવેલી વિગતો ધ્યાનથી વાંચી લે.

- Advertisement -

વય મર્યાદા

ઇન્ડિયન બેન્કની આ ભરતી માટે જે ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેની ન્યૂનતમ વય મર્યાદા 22 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ હોવી જોઈએ.

- Advertisement -

શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓ માટે જે પણ અરજી કરી રહ્યા છે, તેની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાનમાંથી BSW/B.A/B.Comની ડિગ્રી હોવી જોઈએ. સાથે જ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. સાથે જ ઓફિસ આસિસ્ટન્ટ તરીકેના કામનો અનુભવ હોવો જોઈએ. તે સિવાય લોકલ ભાષા લખવા અને બોલવામાં કુશળ હોવા જોઈએ.

- Advertisement -

પસંદગી પ્રક્રિયા

ઓફિસ આસિસ્ટન્ટ જગ્યાઓ માટે પસંદગી બે તબક્કામાં થશે.

લેખિત પરીક્ષા – આ પરીક્ષાના માધ્યમથી સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટર સ્કિલનું મૂલ્યાંકન કરવામાં આવશે. પર્સનલ ઇન્ટરવ્યૂ – આ ફેઝમાં કમ્યૂનિકેશન સ્કિલ, લીડર ક્ષમતા, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને ડેવલપમેન્ટલ માઇન્ડ સેટનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

જે ઉમેદવાર આ નોકરી કરવા માંગે છે, તેઓને અરજી ફોર્મ ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ સાથે નીચે આપવામાં આવેલા સરનામા પર મોકલવાનું રહેશે.

ડિરેક્ટર, ભારતીય બેંક ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, 258, લેનિન સ્ટ્રીટ, કુયાવરપલયમ, પુડુચેરી – 605 013

Share This Article