વડોદરાઃ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ગેંગનો પર્દાફાશ,
વડોદરાના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને લૂંટી લેતી ગેંગના સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી ખેડાના મહેમદાવાદ વિસ્તારમાંથી રિક્ષામાં વડોદરા આવતી હતી, કેટલાક સભ્યો અને મહિલાઓ પહેલેથી જ પેસેન્જર તરીકે બેઠા હતા અને આ લૂંટારુઓ સામાન્ય મુસાફરોને બેસાડી લૂંટ કરતા હતા.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગેંગનો પર્દાફાશ કરી મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઈરફાન મિયા સફેમિયા મલેક (ઢાકનીવાડા, મહેમદાવાદ)નું નામ પણ સામે આવ્યું હતું. ઈરફાન હરણી રોડ મીરા સોસાયટી પાસે હોવાની માહિતી મળતાં પોલીસે તેને પણ પકડી લીધો હતો. ઈરફાન વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને જુગારના લગભગ એક ડઝન કેસ નોંધાયેલા છે.
