લોહિયાળ યુદ્ધથી અજંપામાં જીવતા બંધકો, ગાઝાવાસીઓ માટે આશ્વાસન રૂપ સમાચાર

newzcafe
2 Min Read

ગાઝામાં યુદ્ધવિરામ, ચાર દિવસ તોપો શાંત થશે


ગાઝામાં યુદ્ધવિરામ, ચાર દિવસ તોપો શાંત થશે


તેલઅવીવ, તા. 22 : લોહિયાળ યુદ્ધથી અજંપામાં જીવતા બંધકો, ગાઝાવાસીઓ માટે આશ્વાસન રૂપ સમાચાર રૂપે ઇઝરાયલની સંસદે આખરે ચાર દિવસનાં યુદ્ધવિરામ ભંગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઇઝરાયલી સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, 50 બંધકોની મુક્તિની શરતે આ મંજૂરી અપાઇ છે. દરેક 10 બંધકને છોડવાના બદલામાં એક દિવસ યુદ્ધ વિરામ કરાશે. અત્યારે દરરોજ 12થી 13 બંધકોને છોડાશે. આ સમજૂતી હેઠળ ઇઝરાયલ પણ પેલેસ્ટાઇનના 150 કેદીઓને મુક્ત કરશે. પહેલો મુક્તિનો દોર ચાર દિવસ ચાલશે. એ સિવાય ઇઝરાયલે 300 પેલેસ્ટાઇનીઓની યાદી જારી કરી છે. એ તમામને પણ છોડી શકે છે. આ યાદીમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનાં નામ છે. `હમાસ’ તરફથી નિવેદનમાં જણાવાયું છે કે, સમજૂતી હેઠળ ઇઝરાયલ દક્ષિણ ગાઝા પર છ કલાક માટે ડ્રોનની ઉડાન પણ રોકશે. સવારે 10થી સાંજે ચાર વાગ્યા સુધી માત્ર ઉત્તર ગાઝામાં જ ડ્રોન ઊડી શકશે. અગાઉ, મોડી રાત્રે કેબિનેટ બેઠક કરનાર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ભલે બંધકોને છોડવા માટે અસ્થાયી યુદ્ધ વિરામ લાગ થશે, પરંતુ હમાસના સંપૂર્ણ ખાતમા સુધી જંગ જારી રહેશે. બીજી તરફ ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે, ગાઝામાં હમાસ વડા ઇસ્માઇલ હાનિયેના પૌત્ર મોહમ્મદને સેનાએ ઠાર માર્યો છે. દરમ્યાન, સાત ઓકટોબરના હમાસના હુમલામાં જીવ ખોનારાઓના પરિવારોએ હમાસ સાથે કોઇપણ સમજૂતીનો વિરોધ કર્યો છે.

Share This Article