Gold price today: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. ચાંદીના ભાવ જો કે નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાંમ સોનાના ભાવ ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા હતદી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૪૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૮૩૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૬૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૮ હજારના મથાળે જળવાઈ રહી હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૨૯થી ૩૩૩૦ વાળા ઘટી નીચામાં ૩૨૮૭ થઈ ૩૨૯૫થી ૩૨૯૬ ડોલર રહ્યા હતા.
ચીન તથા અમેરિીકા વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થઈ રહ્યાના નિર્દેશો વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની નવી ખરીદી અટકી વેચવાલી વધ્યાની ચર્ચા સંભળાઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થશે તો વૈશ્વિક સોનાના ભાવ તૂટી નીચામાં ૩૦૦૦ ડોલર સુધી ઉતરી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, ઓપેકના દેશો મે તથા ત્યારબાદ જૂનમાં પણ ક્રૂડતેલનું ઉત્પાદન વધારવા વિચારી રહ્યાના સંકેતોએ ક્રૂડતેલ ઘટતાં તેની અસર પણ સોનાના ભાવ પર નેગેટીવ જોવા મળી હતી. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૬૬.૫૪ વાળા નીચામાં ભાવ લ૬૫.૫૫ થઈ ૬૫.૬૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૨.૮૪ વાળા નીચામાં ૬૧.૮૦ થઈ ૬૧.૯૧ ડોલર રહ્યા હતા.
ભારતમાં સોનામાં ઉંચા મથાળે નવી માગનો અભાવ વચ્ચે સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ બજાર ભાવમાં ડિસ્કાઉન્ટ વધી ૯ વર્ષની ટોચે પહોંચ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. જો કે ચીનમાં સોનામાં પ્રીમિયમો બોલાઈ રહ્યા હતા તથા ત્યાં આવા પ્રીમિયમો વધી ૧ વર્ષની ટોચે પહોંચ્યા હોવાના સમાચાર પણ મળ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ નીચામાં ૩૩.૧૧ થઈ ૩૩.૩૦થી ૩૩.૩૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર ચાંદીના ભાવ રૂ.૯૭૬૩૪ વાળા રૂ.૯૭૫૧૩ થઈ છેલ્લે રૂ.૯૭૬૮૪ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૯૦૦ વાળા રૂ.૯૫૨૪૮ જ્યારે ૯૯૯ના રૂ.૯૬૨૮૬ વાળા રૂ.૯૫૬૭૧ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ સવા ટકો ઘટયા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ઘટી ૯૬૦ થઈ ૯૭૩થી ૯૭૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૩૬ થઈ ૯૪૧થી ૯૪૨ ડોલર રહ્યા હતા