Vancouver Lapu Festival Car Accident: વેન્કુવરમાં લેપુ-લેપુ ફેસ્ટિવલમાં ભીડ પર કારના ધસી જવાથી અનેક મૃત્યુની આશંકા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Vancouver Lapu Festival Car Accident: કેનેડાના વાનકુવર શહેરમાં લેપુ લેપુ ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન લોકોની ભીડ પર પૂરપાટ દોડતી કાર ફરી વળી હતી. આ દુર્ઘટના છે કે કોઈ હુમલો તે વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ આ ઘટનામાં અનેક લોકોના મોત જ્યારે ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે વાહનચાલકને પકડી પાડ્યો છે.

- Advertisement -

દુર્ઘટના કેવી રીતે સર્જાઈ? 

માહિતી અનુસાર આ દુર્ઘટના શનિવારે વાનકુવરના ઈસ્ટ 41 એવન્યૂ અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક સર્જાઈ હતી. અહીં લેપુ લેપુ ફેસ્ટિવલ હેઠળ ડે બ્લૉક પાર્ટીનું આયોજન કરાયું હતું જે ફિલિપાઈન્સની સંસ્કૃતિ આધારિત એક પ્રસિદ્ધ ફેસ્ટિવલ મનાય છે. અહીં ઉજવણી કરવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી જ્યાં એક એસયુવી ચાલક બેફામ રીતે ફરી વળ્યો હતો જેના કારણે અફરા તફરી મચી ગઇ હતી.

- Advertisement -
Share This Article