Gold Price Today: આજે દેશમાં આખાત્રીજનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદાતી વસ્તુઓ સતત વધતી રહે છે. આવી સ્થિતિમાં, આખાત્રીજ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાના ભાવ વિશે વાત કરીએ તો, તાજેતરમાં જ તેણે પહેલીવાર 1 લાખ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે, પરંતુ આજે સવાર બાદ સોનાનો ભાવ અચાનક ઘટી ગયો છે અને તે તેના ઉચ્ચતમ સ્તર કરતા ઘણો સસ્તો થઈ ગયો છે.
સવારે 9 વાગ્યે કોમોડિટી માર્કેટ ખુલ્યું હતુ. બજાર ખુલતાની સાથે જ સોનું ઘટવા લાગ્યું. આજે કોમોડિટી માર્કેટમાં સોનું પાછલા દિવસની સરખામણીમાં 239 રૂપિયા ઘટીને ખુલ્યું છે.
તેમજ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં તે દિવસના સૌથી નીચા ભાવ 94,231 રૂપિયા પર પહોંચી ગયું, એટલે કે આજે અક્ષય તૃતીયાની બપોર સુધીમાં સોનું ગઈકાલની સરખામણીમાં 1751ની આસપાસ સસ્તું થયું, જે ગઈકાલની સરખામણીમાં આજે લગભગ 2 ટકા ઘટાડો થયો છે.
22 એપ્રિલે, GST + મેકિંગ ચાર્જ સાથે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી ગયો હતો. તે જ સમયે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 જૂને સમાપ્ત થતા સોનાનો ભાવ પણ 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો હતો. પરંતુ જો આપણે આજે અક્ષય તૃતીયા પર નજર કરીએ તો, તે લગભગ 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી ગયો છે. હા, આ સમયગાળા દરમિયાન, સોનાનો ભાવ 99,358 રૂપિયાથી ઘટીને 95,000 રૂપિયાની આસપાસ થઈ ગયો છે.
હવે સ્થાનિક બજારની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન IBJA.Com ની વેબસાઇટ અનુસાર, મંગળવારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 96,010 રૂપિયા થઈ ગયો છે. જો આપણે અન્ય ગુણવત્તાવાળા સોનાના દર પર નજર કરીએ તો, 22 કેરેટ સોનાનો 10 ગ્રામ હવે 93,710 રૂપિયા છે, જ્યારે 20 કેરેટ સોનાનો નવો દર 85,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. 18 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને 77,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે દેશભરમાં સોનાના દાગીનાના ભાવ એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જને કારણે બદલાય છે. અહીં તમને જણાવી દઈએ કે મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે
જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટ અનુસાર ઘરેણાં પર હોલ માર્ક લખાયેલ હોય છે. 24 કેરેટ સોનાના ઘરેણાં પર 999 લખાયેલ હોય છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખાયેલ હોય છે.