Serial Bomb Blast in Lahore: ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લાહોરમાં સીરિયલ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. એક પછી એક અનેક બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટના કોણે કર્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. લાહોરના વોલ્ટન એરપોર્ટ વિસ્તારમાં 40 મિનિટ સુધી સીરિયલ બ્લાસ્ટ થયા હતો.
તમને જણાવી દઇએ કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે બુધવારે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ છે. આ દરમિયાન આજે (ગુરૂવારે) લાહોરમાં સીરિયલ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
બ્લાસ્ટ એક બિલ્ડિંગમાં થયો હતો અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લાહોરના ગુલબર્ગ વિસ્તાર અને વાલ્ટન એરપોર્ટ પાસે નસીહાબાદ અને ગોપાલનગર પણ બ્લાસ્ટનો શિકાર થયા છે. આ ઘટના બાદ ત્યાં અફરા-તફરીનો માહોલ છે.
લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. આ ઘટના બાદ લાહોરના લોકોમાં ડરનો માહોલ છે. તે રસ્તા પર દોડી આવ્યા છે. બ્લાસ્ટ બાદ આ વિસ્તારમાં ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યા હતા.