Indian Air Defence System S-400: પાકિસ્તાનના ફાઇટર જેટને હવામાં જ નષ્ટ કરતી S-400ની અદભુત શક્તિ, જાણો આ ટેક્નોલોજીની ક્ષમતાઓ અને ઇતિહાસ વિશે

Arati Parmar
By Arati Parmar 5 Min Read

Indian Air Defence System S-400: ભારતની S-400ની એર ડિફેન્સ સિસ્ટમને લઈને હાલમાં ખૂબ જ વાહ-વાહી થઈ રહી છે. રશિયાની અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા આ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. દુનિયાભરમાં S-400ને સૌથી એડ્વાન્સ સરફેસ-ટૂ-એર મિસાઇલ તરીકે ગણવામાં આવે છે. આ સિસ્ટમ મેળવવા માટે ભારતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારત આ ડિફેન્સ સિસ્ટમને ખરીદી રહ્યું હોવાથી દુનિયાના ઘણાં દેશોએ એનો વિરોધ કર્યો હતો.

S-400 કેમ એડ્વાન્સ ટેક્નોલોજીથી ભરપૂર છે?

- Advertisement -

S-400 ડિફેન્સ સિસ્ટમમાં મલ્ટી-લેયર એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમની મદદથી હવામાંના કોઈ પણ ખતરાને દૂર કરી શકાય છે. એમાં ફાઇટર જેટ, મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ કે પછી ડ્રોન કેમ ન હોય. આ ડિફેન્સ સિસ્ટમ દરેકને પહોંચી વળે છે.

Share This Article