India-Pakistan Conflict Update: LOC પાર ભારતનો પાવરફુલ એક્શન: પાકિસ્તાનના 6 સૈન્ય બેઝ ધ્વસ્ત

Arati Parmar
By Arati Parmar 5 Min Read

India-Pakistan Conflict Update: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાની હાઇસ્પીડ મિસાઇલ પંજાબના એસબેઝ સ્ટેશન પર છોડવામાં આવી હતી, જેને નષ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનોએ પાકિસ્તાનની 6 જગ્યાએ હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ એક-એક કરી પાકિસ્તાનના ખોટા દાવાની પોલી ખોલી હતી.

પાકિસ્તાની સેનાએ વધારી સૈનિકોની તૈનાતી

- Advertisement -

કર્નલ સોફિયા કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ‘પાકિસ્તાને બોર્ડર પર તેજીથી ગોળીબાર શરૂ રાખ્યો છે. ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરી નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ભારતે જવાબી હુમલા કર્યા છે. પાકિસ્તાની સેનાએ અગ્રીમ વિસ્તારમાં સૈનિકોની તૈનાતી વધારી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ કરે છે. ભારતે અત્યાર સુધી સંયમ સાથે પાકિસ્તાની દરેક હરકતોનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેના તણાવ વધારવા નથી ઇચ્છતી પરંતુ શરત એટલી જ છે કે સામે પાકિસ્તાન પણ આવું જ વલણ અપનાવે.’

ભારતીય વિમાને પાકિસ્તાનની 6 જગ્યાએ કર્યો હુમલો

- Advertisement -

પાકિસ્તાનના હુમલાનો ભારતે સુનિયોજિત જવાબ રૂપે રડાર સાઇટ, હથિયાર ભંડારને નિશાનો બનાવવામાં આવ્યો છે. જેમાં રફીકી, મુરીગ, ચકલાલા, રહમયારખાન, શુકૂર, ચુનિયામાં પાકના સૈન્ય ઠેકાણાઓ પર એર લોન્ચ અને લડાકૂ જેટ પર પ્રહાર કર્યા છે. પસૂર રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશનબેઝને ભારતીય સેનાએ ટાર્ગેટ કર્યું. આ કાર્યવાહી ઓછામાં ઓછા કોલેટ્રલ ડેમેજની સાથે કરવામાં આવી હતી. પાકિસ્તાને લાહોરમાં ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો જેથી તે પોતાની ગતિવિધિઓને સંતાડી શકે. આવી ચાલને ભારતીય વાયુ પ્રતિરક્ષા તંત્રને વધુમાં વધુ સંયમ સાથે કાર્ય કરવા મજબૂર કર્યું.

આ સૈન્ય ઠેકાણા પર કરી જવાબી કાર્યવાહી

- Advertisement -

ચકલાલા (LoCથી 100 કિમી)
મુરૂીદ (LoCથી 160 કિમી)
રફીકી (ફલિઝ્કાથી 175 કિમી)
રહીમયાર ખાન (જેેસલમેરથી 180 કિમી)
સુક્કૂર (જેેસલમેરથી 225 કિમી)
ચુનિયાંન (ફિરોઝપુરથી 62 કિમી)
પરસૂરની રડાર સાઇટ (ગુરૂદાસપુર 75 કિમી)
સિયાલકોટ એવિએશનબેઝ (સાંબાથી 55 કિમી)

આ તમામ આંકડા ભારતના સીમાવર્તી જિલ્લાથી એરિયલ માપના આધારે છે.)

પાકિસ્તાનના ખોટા દાવા

પાકિસ્તાને પેસેન્જર વિમાનની આડમાં હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો છે. પાકિસ્તાને દુષ્પ્રચાર પણ કર્યો કે, ભારતના અનેક ડિફેન્સ સિસ્ટમ અને સૈન્ય ઠેકાણાને નુકસાન પહોંચાડ્યું છે. કર્નલ સોફિયા કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પુરાવા બતાવી પાકિસ્તાનના ખોટા દાવાની પોલ ખોલી દીધી. તેમણે જણાવ્યું કે, ‘પાકિસ્તાને દુષ્પ્રચારનો ઉપયોગ કર્યો. આદમપુરમાં એસ-400 પ્રણાલી, સૂરતગઢ અને સિરસામાં એરપોર્ટસ નગરોટાના બ્રહ્મોસ બેઝ, ચંડીગઢના વિસ્ફોટક સેન્ટરને નષ્ટ કરવાની અફવા ફેલાવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પાકિસ્તાન આવી અફવા ફેલાવી રહ્યું છે, જેને ભારત સંપૂર્ણપણે નકારે છે. હજુ સુધી પાકિસ્તાને ભારતને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું.’

વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની મહત્ત્વની વાત

પાકિસ્તાન સેના દ્વારા પશ્ચિમ મોરચા પર આક્રમક હરકતો કરી રહ્યું છે. યુકૈબ ડ્રોન, લૉન્ગ રેન્જ વેપન અને લડાકૂનો વિમાનનો ઉપયોગ કરી ભારતના સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. LoC પર પણ ડ્રોન દ્વારા ઘુસણખોરી કરવામાં આવી. ભારે હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો. LoC પર શ્રીનગરથી નલિયા સુધી 26થી વધારે જગ્યાએ હવાઈ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, આ તમામ હુમલાને નાકામ કરી દેવાયા હતા. વાયુસેના સ્ટેશન ઉધમપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, બઠિંડા સ્ટેશન ઉપકરણ અને સૈનિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરાયા હતા. પાકિસ્તાને સવારે 1:40 મિનિટ પર હાઇસ્પીડ મિસાઇલથી પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને શ્રીનગર, અવંતીપુર અને ઉધમપુરના વાયુસેના સ્ટેશન પર ચિકિત્સા કેન્દ્ર અને સ્કૂલ પરિસરને નિશાને બનાવ્યો હતો.

વિદેશ સચિવ મિસરીએ ફેક ન્યૂઝને લઈને પણ સાવચેત કર્યા હતાં. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના ખોટા દાવા સ્પષ્ટ કરી દેવાયા છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓ હુમલા અને તબાહીનો દાવો કરી રહી છે. તેઓ કહે છે કે, મિલિટ્રી ફેસિલિટી તબાહ કરવામાં આવી છે, આ બધુ ખોટું છે. આ સિવાય એવા પણ દાવા કરવામાં આવ્યા છે કે, પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પર મોટા હુમલા કરવામાં આવ્યા તે પણ ખોટું છે. પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિક ઇમારતોને નિશાનો બનાવી રહ્યું છે. ભારતમાં કોમ્યુનલ વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં નાગરિકો પર હુમલો કરવામાં આવી રહ્યા છે, ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં એક વહીવટી અધિકારીની હત્યા કરી દેવાઈ છે. જોકે, હાલ ભારતના સૈન્ય ઠેકાણા સુરક્ષિત છે.

Share This Article