વસીમ અકરમનો એકરાર, ભારતની ઝડપી બોલિંગ દુનિયાની સર્વશ્રેષ્ઠ બોલીંગ છે
વસીમ અકરમનો એકરાર, ભારતની ઝડપી બોલિંગ દુનિયાની સર્વશ્રેષ્ઠ બોલીંગ છે
નવી દિલ્હી, તા. 30 : પાકિસ્તાનની ટીમનો પૂર્વ કપ્તાન અને તેના સમયનો મહાન ઝડપી બોલર વસીમ અકરમ ભારતીય ટીમના બોલિંગ આક્રમણનો પ્રશસંક બન્યો છે. ભારતની ઇંગ્લેન્ડ સામેની જીત બાદ વસીમ અકરમે કહ્યંy છે કે, ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ દુનિયાનું સર્વશ્રેષ્ઠ છે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરી. એક ઝડપી બોલર તરીકે મને આવી ઘાતક બોલિંગ જોવાનો ઘણાં વર્ષો પછી મોકો મળ્યો. શમી અને બુમરાહે દબાણની પરિસ્થિતિમાં સીમ અને સ્વિંગનો અદ્ભુત સમન્વય કર્યો. જે ટેસ્ટ ક્રિકેટમાં વધુ જોવા મળે છે, પણ વન-ડે ફોર્મેટમાં આવા સ્પેલ જ્વલ્લેજ જોવા મળે છે. બુમરાહ-શમીની જોડી વર્તમાન વર્લ્ડકપની સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર જોડી છે. જે ભારતીય ટીમને વિજેતા બનાવી શકે છે, તેમ અકરમે કહ્યંy હતું.
