INDIA-US Trade Deal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી, US કોમર્સ સેક્રેટરીએ કહ્યું: હું ભારતનો મોટો ફેન છું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

INDIA-US Trade Deal: વૉશિંગ્ટન ડીસીમાં આયોજિત US-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી લુટનિકે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થતા સંબંધો વચ્ચે ખુલીને વાત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અને જનાદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ટ્રમ્પ અમેરિકાના એકમાત્ર એવા નેતા છે, જેમને આખા દેશે પસંદ કર્યા અને ભારતમાં વડાપ્રધાન મોદીની સ્થિતિ પણ એવી જ છે. દુનિયામાં આવા નેતા ખૂબ ઓછા છે, જેમને આખા દેશનો જનાદેશ મળતો હોય. આ વાત બંનેના સંબંધને ખાસ અને દુર્લભ બનાવે છે. આ મજબૂત સંબંધ વેપાર કરારના રૂપે એક સકારાત્મક શરૂઆત છે. જ્યારે સંબંધ મજબૂત હોય તો વેપાર કરારનો રસ્તો સરળ બની જાય છે.’

ભારત વેપાર કરાર માટે સક્રિય

- Advertisement -

હૉવર્ડ લુટનિકે કહ્યું કે, ‘વેપાર કરારમાં સામાન્ય રીતે વર્ષો લાગે છે, પરંતુ ભારત આ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પહેલા પગલું ભરનાર દેશને હંમેશા સારી ડીલ મળે છે. ભારત આ દિશામાં સક્રિય છે અને અમને આશા છે કે, જલ્દી એક એવો કરાર થઈ શકે છે જે બંને દેશો માટે ફાયદાકારક હોય.’

‘હું ભારતનો ફેન છું’

- Advertisement -

લુટનિકે ભારત પ્રતિ પોતાના ખાનગી લગાવને શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું ભારતનો ખૂબ મોટો પ્રશંસક છું. મારા સારા મિત્રોમાં નિકેશ અરોરા છે, જે ભારતીય છે. જ્યારે હું ભારત જઉ છું, તો અમે ક્રિકેટ રમતા હતાં, ઘરોમાં પાર્ટી કરતા હતાં, એક અલગ જ અનુભવ હતો.’

મિત્ર દેશોને આપવા ઈચ્છીએ છીએ બહેતરીન ચિપ્સ

- Advertisement -

AI અને ટેક્નિકલ સહયોગ પર વાત કરતા લુટનિકે કહ્યું કે, ‘ટ્રમ્પ પ્રશાસન સહયોગીને સાથે લઈને ચાલવાનો વિચાર રાખે છે. અમે અમારા બહેતરીન ચિપ્સ પોતાના મિત્ર દેશોને આપવા ઈચ્છીએ છીએ, પરંતુ શરત એ છે કે, તે ખોટા હાથમાં ન જાય. જો ભારત વિશાળ ડેટા સેન્ટર્સ બનાવવા ઈચ્છે છે અને AI ક્રાન્તિમાં ભાગીદાર બનવા ઈચ્છે છે, તો અમે તેના માટે તૈયાર છીએ. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો વિચાર છે કે, ‘અમેરિકા ફર્સ્ટ’ પરંતુ ફક્ત અમેરિકા નહીં. પહેલા પોતાના દેશને મજબૂત બનાવવાનો છે, બાદમાં પોતાના સહયોગીનું ધ્યાન રાખવું છે. ભારતને લઈને તેમના મનમાં એક સન્માન છે. અમે ભારત સાથે એક મહાન ભાગીદારી તરફ આગળ વધી રહ્યા છીએ.

Share This Article