Trump China tariff war: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય : ચીન ખુશ, પરંતુ અમેરિકામાં જ ઉઠ્યો વિરોધ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Trump China tariff war: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. તેમણે અમેરિકન યુનિવર્સિટીઓમાં 6 લાખ ચીની વિદ્યાર્થીઓને ભણવાની મંજૂરી આપી દીધી છે, જ્યારે તેમની સરકાર પહેલાથી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કડક વલણ અપનાવી રહી હતી. જોકે, ટ્રમ્પના આ નિર્ણયનો દેશની અંદર જ વિરોધ શરૂ થયો છે.

ટ્રમ્પના સમર્થકોનો જ ભારે વિરોધ

- Advertisement -

ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ તેમના પોતાના સમર્થકો કરી રહ્યા છે. આ સમર્થકો ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ના પ્રણેતા છે. તેમનું માનવું છે કે ટ્રમ્પે તેમને દગો આપ્યો છે અને ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિને અવગણી છે.

ચીન પ્રત્યે ટ્રમ્પનું નરમ વલણ

- Advertisement -

ટ્રમ્પે વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચેના સંબંધોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવ્યા, જે તેમની જૂની નીતિથી તદ્દન વિપરીત છે. અગાઉ તેમણે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી કે સંવેદનશીલ સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની વાત કરી હતી.

ઓવલ ઓફિસમાંથી પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘અમે તેમના વિદ્યાર્થીઓને આવવા દઈશું. આ ખૂબ જ જરૂરી છે, 6 લાખ વિદ્યાર્થીઓ… આ ખૂબ મહત્ત્વનું છે. પરંતુ અમે ચીન સાથે સારા સંબંધો બનાવીશું.’

- Advertisement -

જોકે, તેમણે બીજિંગને એ પણ ચેતવણી આપી કે જો અમેરિકાને ‘રેર અર્થ મેગ્નેટ’નો પુરવઠો નહીં મળે, તો ચીનને 200% ટેરિફનો સામનો કરવો પડશે. પરંતુ તેમણે ખાતરી આપી કે બંને દેશો વચ્ચેના વ્યાપારી તણાવની ચીની વિદ્યાર્થીઓ પર કોઈ અસર થશે નહીં અને તેઓ અમેરિકામાં અભ્યાસ કરી શકશે.

MAGA સમર્થકોનો ભારે રોષ

ટ્રમ્પનું આ નિવેદન બહાર આવતા જ તેમના કટ્ટર સમર્થકો ભડકી ઉઠ્યા. આ સમર્થકો MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેન) આંદોલન સાથે જોડાયેલા છે. તેમણે આ નિર્ણયને ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ સાથે દગો ગણાવ્યો. MAGAના સમર્થક લૌરા લૂમરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા કરી અને ચીની વિદ્યાર્થીઓને CCP જાસૂસ ગણાવ્યા.

ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિથી વિપરીત પગલું

ટ્રમ્પનો આ નવો નિર્ણય તેમની મે મહિનાની વિઝા નીતિની બિલકુલ વિરુદ્ધ છે, જેમાં ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત કરવામાં આવી હતી.

તે સમયે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું, ‘ટ્રમ્પના નેતૃત્વમાં, અમેરિકન વિદેશ વિભાગ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ચીની વિદ્યાર્થીઓના વિઝાને કડક રીતે રદ કરશે, ખાસ કરીને તે લોકોના જેઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે અથવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે. અમે ભવિષ્યમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના અને હોંગકોંગથી આવતી વિઝા અરજીઓની તપાસને વધુ કડક બનાવીશું.’

Share This Article