Trump Gold Card Visa Open: અમેરિકામાં કાયમી વસવાટ માટે મોકળો રસ્તો, ટ્રમ્પ કાર્ડ 50 લાખ ડોલર પર આપશે એન્ટ્રી

Arati Parmar
2 Min Read

Trump Gold Card Visa Open: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે ટ્રમ્પ કાર્ડ તરીકે ઓળખાતા નવા વિઝા પ્રોગ્રામ માટે વેઈટલિસ્ટ વેબસાઈટ લોન્ચ કરી છે. આ પ્રોગ્રામ વિદેશીઓને અમેરિકામાં 50 લાખ ડોલરનું રોકાણ કરવા પર પરમિનન્ટ રેસિડન્સી વિઝા પ્રદાન કરે છે. ઈચ્છુક અરજદારો સત્તાવાર વેબસાઈટ trumpcard.gov પર સાઈન અપ કરી શકે છે. આ વેબસાઈટમાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર અને નામ સાથેનું ચમકતા ગોલ્ડ કાર્ડ ફીચરથી શરૂ થાય છે. જે ટ્રમ્પ કાર્ડ તરીકે ઓળખાય છે.

50 લાખ ડોલરમાં મળશે અમેરિકાના કાયમી વિઝા

- Advertisement -

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ અંગે પોસ્ટ કરી હતી કે, ’50 લાખ ડોલરમાં, ટ્રમ્પ કાર્ડ આવી રહ્યું છે! હજારો લોકો પૂછી રહ્યા છે કે, વિશ્વના આ મહાન દેશમાં વસવાટ કરવા માટે આ સુંદર માર્ગ પર કેવી રીતે સાઈન અપ (પ્રવેશ) કરી શકાશે. જે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરીકે ઓળખાય છે. વેઈટિંગ લિસ્ટ હવે શરૂ થયુ છે. સાઈન અપ કરવા સંપર્ક કરો-trumpcard.gov.’

શું છે ટ્રમ્પ કાર્ડ?

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જે વિદેશીઓને અમેરિકામાં 50 લાખ ડોલરના રોકાણ પર કાયમી વસવાટ કરવાની તક આપે છે. ભારતીય ચલણમાં આ રોકાણ લગભગ રૂ. 43 કરોડ જેટલું છે. જેના માટે ટ્રમ્પે શરૂ કરેલી નવી વેબસાઈટ પર સાઈનઅપ કરી અરજી કરવાની રહેશે.

ટ્રમ્પ કાર્ડના લાભ

- Advertisement -

ટ્રમ્પ કાર્ડ ગ્રીન કાર્ડના લાભો આપે છે, જે અમેરિકામાં કાયમી વસવાટની મંજૂરી આપે છે. ટ્રમ્પે અગાઉ જણાવ્યા પ્રમાણે, અમે આ કાર્ડ માટે 50 લાખ ડોલરની કિંમત નિર્ધારિત કરી છે. જે તમને ગ્રીન કાર્ડ જેવા લાભો આપશે. તેમજ અમેરિકાના નાગરિક બનવાનો માર્ગ મોકળો બનાવશે. સંપત્તિથી સંપન્ન લોકો આ કાર્ડ ખરીદી અમેરિકામાં પ્રવેશી શકે છે.

આ રીતે કરો અરજી

1. સત્તાવાર ટ્રમ્પ કાર્ડ વેબસાઈટ trumpcard.gov ની મુલાકાત લો.

2. હોમપેજ પર અરજદાર નામ, પ્રદેશ, ઈમેઈલ સહિતની માહિતી આપી સબમિટ કરો. જેમાં ઈમેઈલ આઈડી પર છ ડિજિટ વેરિફિકેશન કોડ આવશે.

3. ઓટીપી સબમિટ કર્યા બાદ મેસેજ આવશે, યોર જર્નિ બિગેન્સ. તમે ક્યારે એક્સેસ શરૂ કરી શકશો તેની જાણ કરવામાં આવશે.

4. ત્યારબાદ જ્યારે પણ એપ્લિકેશન ફોર્મ શરૂ થશે ત્યારે તમને મેસેજ મારફત તેની જાણ કરવામાં આવશે.

 

Share This Article