Ramen Noodles Warning: નૂડલ્સ ખાવાથી કેન્સર થાય છે ?આવી ચેતવણી આ કંપનીએ પેકેટ પર જ ખુલ્લેઆમ લખી, પણ લોકો તેને જોતા નથી! સાવધાન રહો, બીજી કંપનીઓ આમ સ્પષ્ટ નથી લખતી

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Ramen Noodles Warning: આજના બાળકો, ટીનેજર્સ અને ઇવન પેરેન્ટ્સને પણ રેડી ટુ કૂક કે, ફાસ્ટ ફૂડ કે 2 મિનિટ નૂડલ્સ ખાવામાં કે બનાવવામાં કોઈ વાંધો નથી.કેટલીક માતાઓને રસોડે છુટ્ટી રાખવી હોય એટલે જાતે જ કેટલીક વાર સાંજે કહી દે કે, બેટા આજે તું ફ્રી તારે ખાવું હોય તે ખા, અને બાળકો તો આ દિને ખુશ ખુશાલ જેમાં યુવાનો મીન્સ ભણતા ટીનેજર્સ પણ આવી ગયા છે.અને એમના હાથમાં જે દિવસે કિચન આવે એટલે 2 મિનિટ જેટલી બ્રાન્ડના હોય તેમાંથી ફેમસ બ્રાન્ડના નૂડલ્સ જાતે બનાવવા લાગી જાય.મમ્માઓને તે દિવસે શાંતિ.પિતાઓ પણ સાથે જ આ ખાઈ લે.આમ રસોડે થોડી ફ્રીડમ લેવા અને સામે છેડે બાળકોને પણ ચસ્કો લગાડનાર આ નૂડલ્સ કે રામેને આપણા રસોડામાં ચુપચાપ કબ્જો જમાવેલો છે.એન્ટ્રી ઓલરેડી લીધેલી જ છે.ત્યારે અહીં સવાલ તે છે કે, આ નૂડલ્સ ખાવા માટે કેટલા સેફ છે ? શું આ હેલ્થી છે ? વિશ્વાસને લાયક છે ? તો સાંભળો જી, ના, બિલકુલ નહીં.આવા નુડલ્સ માટે આ અગાઉ પણ સાબિત થયેલ છે કે, તે જાનલેવા પણ બની શકે છે.તેમાં શીશુ હોય છે જે અત્યંત ઘાતક છે.અને આ બાબતને પગલે તેને બાન પણ કરવામાં આવી હતી.મહેસાણા એક ટીનેજર દીકરી આવા નૂડલ્સ ખાવાને લીધે ગુજરી ગઈ હોવાના અહેવાલ પણ થોડા વર્ષો પહેલા અખબારોમાં ચમક્યા હતા.

પણ આપણા ત્યાં બદનસીબીએ કંપનીઓ લોકોને ભરમાવી શકે છે.ફરી ખોટા વાયદાઓ સાથે પ્રોડક્ટ સુધારવાના વાયદા લઇ કંપની પોતાની બ્રાન્ડ સાથે આજે બઝારમાં ધૂમ કમાણી કરી રહી છે.અને કરોડો લોકોના રસોડા પર તેનું સામ્રાજ્ય પણ વિસ્તરેલું પણ છે. મીન્સ “હમ કભી નહીં સુધરેંગેની આપણી મેન્ટાલીટી યથાવત છે.મરીએ તો મરીએ પણ ખાઈશું તો ખરા જ આવી માનસિકતા લોકોએ બનાવી લીધી છે.

- Advertisement -

ત્યારે મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેણે રામેન પ્રેમીઓને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં, રામેન નૂડલ્સના પેકેટની પાછળ એક ચેતવણી લખેલી બતાવવામાં આવી છે: “ચેતવણી: કેન્સર અને પ્રજનન માટે નુકસાનકારક પદાર્થ.”

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર ‘omggotworms’ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમણે આ ચેતવણી જોયા પછી પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ચેતવણી પેકેટની પાછળ લખેલી છે. આ વીડિયો વાયરલ થતાંની સાથે જ ઇન્સ્ટાગ્રામ પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી.

- Advertisement -

એક યુઝરે ગુસ્સામાં લખ્યું, “આવી વસ્તુઓ ખુલ્લેઆમ કેવી રીતે વેચાઈ રહી છે? અને ચેતવણી આટલી નાની કેમ લખેલી છે?” તે જ સમયે, કોઈએ આ વીડિયોને નકલી ગણાવ્યો અને કહ્યું, “આ નકલી છે. મેં મારા બુલડાક રામેન પેકેટ્સ તપાસ્યા, ત્યાં આવી કોઈ ચેતવણી નહોતી.” બીજા એક યુઝરે મજાકમાં લખ્યું – “હું રામેન ખાતી વખતે આ વીડિયો જોઈ રહ્યો હતો!” કેટલાક લોકો આ ચેતવણીને ગંભીરતાથી નથી લઈ રહ્યા. એક યુઝરે લખ્યું, “આ કેલિફોર્નિયાની P65 ચેતવણી છે, જે અહીં દરેક જગ્યાએ મૂકવામાં આવે છે.” વાસ્તવમાં, P65 એ ગ્રાહકોને એવા રસાયણો વિશે ચેતવણી આપવાનો કાયદો છે જે કેન્સરનું કારણ બની શકે છે અથવા પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે.

જોકે આ ચેતવણી દરેક ઉત્પાદન પર લાગુ પડતી નથી, આ વિડિઓએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે – શું આપણે જે ખાઈએ છીએ તેમાં છુપાયેલા જોખમોને અવગણી રહ્યા છીએ? આ વિડિઓ પછી, ઘણા લોકો હવે તેમના મનપસંદ નાસ્તાના પેકેટોને ધ્યાનથી જોવાનું શરૂ કરી દીધું છે અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે.મીન્સ કે આ કંપનીએ તો તેનું કર્તવ્ય બજાવ્યું છે, પણ બીજી કંપનીઓ આ બાબત શું આપણાથી છુપાવી રહી છે ? કોણ તપાસ કરશે ? ત્યારે લોકો જ પ્લીઝ ચેતો અને આવું ખાવાનું ટાળો ..

- Advertisement -
Share This Article