India Enters Hypersonic Weapon Technology: એક નહીં પાંચ! ભારત બનાવી રહ્યું છે હાઈપરસોનિક મિસાઈલ્સ, સુપરપાવર્સમાં મચી ખળભળાટ

Arati Parmar
By Arati Parmar 5 Min Read

India Enters Hypersonic Weapon Technology: વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવના કારણે વિવિધ દેશો સુરક્ષાને પ્રાધાન્ય આપતાં ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવી રહ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા સુપરપાવર્સની કતારમાં હવે ભારત પણ હાયપરસોનિક ટેક્નોલોજીમાં પ્રવેશ કરી રહ્યું છે. એડવાન્સ ટેક્નોલોજીના કારણે સેનાની તાકાત હવે પરમાણુ બોમ્બ તથા ટેન્ક જ નથી, પરંતુ એવા હથિયાર છે, જે ધ્વનિની ગતિ કરતાં પણ પાંચ ગણી સ્પીડે હુમલો કરે. ભારત પણ આ પ્રકારના હાયપરસોનિક હથિયારો વિકસાવવા અને અપનાવવા સજ્જ બન્યું છે.

HSTDV: ભારતની પ્રથમ હાયપરસોનિક છલાંગ

- Advertisement -

ભારતનો પ્રથમ અને અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રયાસ Hypersonic Technology Demonstrator Vehicle (HSTDV-હાયપરસોનિક ટેક્નોલોજી ડેમોસ્ટ્રેટર વ્હિકલ) બન્યો છે. Scramjet ટેક્નોલોજી આધારિત HSTDVની ખાસિયત એ છે કે, તે હવામાંથી ઓક્સિજન ખેંચી ઉડાન ભરે છે, અર્થાત તેમાં ઈંધણ ખૂબ ઓછું વપરાય છે અને સ્પીડ અનેકગણી. 2020માં તેણે પ્રથમ સફળ ઉડાન ભરી હતી. જેમાં ધ્વનિ કરતાં છ ગણી ગતિએ 20 સેકન્ડ સુધી ઉડાન ભરી હતી. આ ટેક્નોલોજી હથિયારોમાં તબદીલ કરવાની કામગીરી DRDO એ શરૂ કરી છે. 2026 સુધી ભારત પાસે પોતાની પ્રથમ હાયપરસોનિક મિસાઈલ હશે.

બ્રહ્મોસ-II: ભારત-રશિયાની નવી હાયપરસોનિક જોડી

- Advertisement -

બ્રહ્મોસે સુપરસોનિક યુગમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું, હવે તેનો હાયપરસોનિક અવતાર બ્રહ્મોસ-II ભારતને નવી ઊંચાઈએ પહોંચાડશે. આ મિસાઇલનો હેતુ Mach-7ની ગતિ સુધી પહોંચવાનો છે અને તેને ત્રણેય પ્લેટફોર્મ – જમીન, સમુદ્ર અને હવા પરથી લોન્ચ કરી શકાશે. આ પ્રોજેક્ટ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા DRDO અને રશિયાના NPOMના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં અનેક ટેક્નોલોજી પડકારો છે, પરંતુ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેની પ્રથમ પરીક્ષણ 2026 સુધીમાં શક્ય હોવાનું માનવામાં આવે છે.

SFDR: આગામી પેઢીના એર-ટુ-એર મિસાઇલો

- Advertisement -

સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ (SFDR) પ્રોજેક્ટ ભારતની વાયુ શક્તિને એક નવી ઉર્જા આપવા જઈ રહ્યો છે. આ ટેકનોલોજી સોલિડ ફ્યુલ પર આધારિત છે, જે તેને લોજિસ્ટિકલી સરળ અને મિશન-ક્લિયર બનાવે છે. તેની ગતિ Mach 4.5થી Mach 6 સુધીની છે, અને તે ભવિષ્યમાં લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલો જેમ કે એસ્ટ્રા Mk3માં સ્થાપિત કરવામાં આવશે. 2018થી સતત સફળ પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યું છે અને હવે તે શસ્ત્રીકરણના તબક્કામાં છે. તે 2025-26 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે.

શૌર્ય મિસાઇલ: જમીન પરથી લોન્ચ, આકાશમાં આતંક

ભારતની શૌર્ય મિસાઇલ પહેલેથી જ સેવામાં છે, પરંતુ હવે તેનું નવું હાયપરસોનિક વર્ઝન આવી રહ્યું છે. તે એક કેનિસ્ટર-આધારિત વ્યૂહાત્મક મિસાઇલ છે, જે જમીન પરથી છોડવામાં આવે છે અને વાતાવરણના ઉપરના ભાગમાં ગ્લાઇડ કરે છે, જેના કારણે તેને રોકવી અત્યંત મુશ્કેલ છે. તેની ગતિ Mach 7.5 સુધી છે, અને તે ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓમાં ઘણો વધારો કરે છે. હાલમાં તે મર્યાદિત માત્રામાં સેનામાં તૈનાત છે, પરંતુ ભવિષ્યનું વર્ઝન વધુ ઘાતક હશે.

Hypersonic Glide Vehicle: ભારતનું સૌથી રહસ્યમય હથિયાર

ભારતનો હાયપરસોનિક ગ્લાઇડ વ્હિકલ (HGV) પ્રોજેક્ટ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. તેની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે બેલિસ્ટિક મિસાઇલથી લોન્ચ કરવામાં આવશે અને Mach 10+ની ઝડપે વાતાવરણમાં પ્રવેશ કરશે અને પરંપરાગત મિસાઇલો કરતાં અનેકગણી સ્પીડ અને ચોકસાઈથી લક્ષ્યને ટાંકશે. જો તે સફળ થાય તો તે ભારતને અમેરિકા અને ચીનની બરાબરી પર લાવી દેશે. તેનું પહેલું વેપનાઈઝ્ડ વર્ઝન 2028-30 સુધીમાં આવી શકે છે.

ભારત ડિફેન્સ ક્ષેત્રે ઉત્પાદક તરીકે ઉભર્યું

DRDOનું વાર્ષિક બજેટ લગભગ રૂ. 23,000થી રૂ. 25,000 કરોડ છે, જેમાંથી લગભગ રૂ. 3,000થી રૂ. 5,000 કરોડનું હાયપરસોનિક અને મિસાઇલ ટેકનોલોજી પર રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે ભારત હવે ફક્ત ડિફેન્સ ક્ષેત્રે સૌથી મોટો ખરીદદાર દેશ રહ્યો નથી, પરંતુ તે ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો છે.

ભારતના 5 શસ્ત્રો એક નજરમાં…

HSTDV – Mach 6 | 2026 સુધીમાં સેનામાં જોડાવાની સંભાવના

બ્રહ્મોસ-II – Mach 7 | 2026 સુધીમાં પરીક્ષણ, 2028 સુધીમાં સેનામાં સામેલ થવાની સંભાવના

SFDR-આધારિત મિસાઇલ – Mach 4.5–6 | આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઉપયોગમાં લેવાશે

Saurya (હાયપર વેરિઅન્ટ) – Mach 7.5 | મર્યાદિત પુરવઠા સાથે સેનામાં તૈનાત

Hypersonic Glide Vehicle – Mach 10+ | 2028 અને 2030ની વચ્ચે તૈયાર થવાની સંભાવના

Share This Article