ક્યારે રીંગણ ન ખાવા જોઇએ?
ક્યારે રીંગણ ન ખાવા જોઇએ?
આમ તો અન્ય તમામ શાકભાજીની જેમ રીંગણા પણ સ્વાસ્થ્યપ્રદ છે. પરંતુ શાકભાજી અને ફળોએ એવી વસ્તુ છે જે ઋતુને ધ્યાનમાં રાખીને જ ખાવા જોઇએ, એવું જરૂરી નથી કે દરેક ઋતુમાં દરેક ચીજવસ્તુ ખાઇ શકીએ, સ્વાસ્થ્યને ફાયદો કરાવતા પદાર્થો ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે.
રીંગણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામીન સી, આયર્ન, પ્રોટીન પણ મળી આવે છે. વિટામીન B-6 અને મેગ્નેશીયમનો પણ તે સ્ત્રોત છે. તેનાથી રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. હાડકા પણ મજબૂત થાય છે. મોટાભાગે દરેક ભારતીય ઘરોમાં અવારનવાર રીંગણા બનતા જ હોય છે.
જો કે ચોમાસાની ઋતુમાં રીંગણા ખાવાથી બીમાર પડવાની પણ શક્યતાઓ છે કેમકે ચોમાસાની ઋતુમાં જીવ-જંતુઓ વધુ જોવા મળે છે. રીંગણામાં આલ્કલાઇડ નામનું તત્વ હોય છે જેનાથી એસિડિટી વધી સકે છે. ઘણીવાર તેમાં સફેદ કીડા પણ જોવા મળે છે. જેનાથી શરીરમાં ખંજવાળ, ચેપ, ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે. કેટલાક લોકોને ગેસ-અપચોની સમસ્યા રહેતી હોય તે રીંગણાના સેવનથી વધી શકે છે. આથી જો શરીરને માફક ન આવતું હોય તો ચોમાસામાં રીંગણાનું સેવન ટાળવું.