Driverless Bus in India : હૈદરાબાદ IITની ડ્રાઈવરલેસ બસ, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Driverless Bus in India : ટેસ્લાની ડ્રાઇવરલેસ કારની વાત આખી દુનિયાએ સાંભળી છે, પરંતુ હવે ભારત પણ તેમા પાછળ નથી. હૈદરાબાદની આઇઆઇટીએ ડ્રાઇવરલેસ બસનું સફળ પરીક્ષણ કર્યુ છે. તેમણે એક એવું સોફ્ટવેર બનાવ્યું છે, જેના આધારે બસ ચાલે છે. તેમા લાગેલા સેન્સર આસપાસની ટેકનિકનું ધ્યાન રાખે છે. આ ડ્રાઇવરલેસ બસનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને 90 ટકા લોકો તેનાથી ખુશ છે.

તેના લીધે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ મોટાપાયા પર થાય તે દિવસ દૂર નથી. આઇઆઇટી હૈદરાબાદના ટેકનોલોજી ઇનોવેશન હબે ઓટોનોમસ નેવિગેશનથી ચાલતી ડ્રાઇવરલેસ ટેકનોલોજી એઆઇની તાકાતના આધારે વિકસાવી છે. આ સોફટવેરની મદદથી બસ ડ્રાઇવર વગર સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકે છે.

- Advertisement -

આ ટેકનોલોજી ભલે હાલમાં હૈદરાબાદ કેમ્પસ સુધી સીમિત હોય, પરંતુ આગામી દિવસોમાં તેના કારણે પરિવહન મોરચે નોંધપાત્ર ફાયદો થઈ શકે છે.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું માનવું છે કે ડ્રાઇવરલેસ ટેકનોલોજી માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવામાં અને મોત તથા ગંભીર ઇજાગ્રસ્તોની સેવામાં ઉપયોગમાં લઈ શકે છે.

- Advertisement -

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં તો ડ્રાઇવરલેસ બસને તો જાહેર રસ્તા પર ચલાવાઈ નથી. અત્યાર સુધીઓ 10 હજાર પ્રવાસીઓ ત્યાં કામ કરી ચૂક્યા છે. આ પ્રકારની બસમાં કેટલાય પ્રકારના સેન્સર લાગેલા છે, જે બસને આસપાસનું વાતાવરણ સમજવામાં મદદ કરે છે. આ સિસ્ટમ ઇલેક્ટ્રિક અને તેજ એન્જિન ચલાવનારી ગાડીઓ બંને માટે કામ કરે છે. એઆઈની મદદથી આસપાસની ટ્રાફિક અને વ્હીકલ મૂવમેન્ટની ખબર પડશે અને પછી તે મુજબ આગળ વધશે.

 

- Advertisement -

 

 

Share This Article