Chess: ગુકેશે કારુઆનાને હરાવીને ચોથા સ્થાને રહ્યો, હજુ 18 બ્લિટ્ઝ રમતો બાકી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Chess: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે અમેરિકાના લીનર ડોમિંગ્યુઝ પેરેઝ સામેની હાર બાદ વાપસી કરી અને ગ્રાન્ડ ચેસ ટૂરના સેન્ટ લૂઇસ રેપિડ એન્ડ બ્લિટ્ઝની રેપિડ કેટેગરીમાં વેસ્લી સો અને ફેબિયાનો કારુઆનાની અમેરિકન જોડીને હરાવીને ચોથા સ્થાને રહ્યો.

આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે ગુકેશે હાર સાથે શરૂઆત કરી હતી પરંતુ તેમ છતાં તે ચોથા સ્થાને રહ્યો. આ ટુર્નામેન્ટની ઇનામી રકમ 1,75,000 યુએસ ડોલર છે અને 18 બ્લિટ્ઝ રમતો હજુ રમવાની બાકી છે.

- Advertisement -

ગુકેશ સામે હારવા છતાં, કારુઆના 14 પોઈન્ટ સાથે રેપિડ કેટેગરીમાં ટોચ પર છે. તેના પછી આર્મેનિયનથી અમેરિકન બનેલા લેવોન એરોનિયન 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ફ્રાન્સના મેક્સિમ વાચિયર-લાગ્રેવ 11 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તે ગુકેશથી એક પોઈન્ટ આગળ છે.

પેરેઝ, વેસેલી અને ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસત્તોરોવ નવ પોઈન્ટ સાથે સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે. આ ત્રણેય વિયેતનામના લીમ લે ક્વાંગથી બે પોઈન્ટ આગળ છે. અમેરિકાના સેમ શેન્કલેન્ડ પાંચ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. ગ્રિગોરી ઓપારિનના ફક્ત ત્રણ પોઈન્ટ છે અને તે છેલ્લા સ્થાને છે.

- Advertisement -
TAGGED:
Share This Article