Earthquake in Kutch: રાત્રે કચ્છમાં બે વાર ભૂકંપ, ભચાઉ અને રાપરના લોકો ઘરોની બહાર દોડી આવ્યા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Earthquake in Kutch: કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 10:12 વાગ્યે આ ભૂકપંનો આંચકો અનુભવાયો હતો. વળી બીજી બાજું રાપરમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા

- Advertisement -

મળતી માહિતી મુજબ, ગુરૂવારે (21 ઓગસ્ટ) કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 10:12 કલાકે ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય રાપરમાં રાત્રે 10:19 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિ.મી દૂર હતું.

નોંધનીય છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી. જોકે, આ આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

 

Share This Article