Syrian Gang Fraud Ahmedabad: મસ્જિદોમાં સહાનુભૂતિ મેળવી એકઠા કરતા હતા લાખો, અમદાવાદમાં સીરિયન ગેંગનો પર્દાફાશ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Syrian Gang Fraud Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ગાઝા પીડિતો તરીકે પોતાને ઓળખાવીને મસ્જિદોમાંથી પૈસા એકઠા કરતી હતી. આ કેસમાં પોલીસે અલી મેઘાટ અલઝહર નામના સીરિયન નાગરિકની ધરપકડ કરી છે. તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે આ પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરી રહ્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ તેના ત્રણ સાથીઓ ફરાર છે. તેમની શોધ ચાલી રહી છે. પોલીસનો દાવો છે કે ત્રણેયની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

- Advertisement -

આવી પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો છે: પોલીસક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે. તેઓ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છે. જોકે, એકત્રિત કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો હતો તે શોધવા માટે તપાસ ચાલી રહી છે. રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, અલીને કસ્ટડીમાં લીધા બાદ તેને બ્લેકલિસ્ટ કરવા અને દેશનિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ આવી અન્ય ગેંગની પણ તપાસ કરી રહી છે.

અલી મેધાત અલ-ઝહેર દમાસ્કસનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલો અલી મેધાત અલ-ઝહેર દમાસ્કસનો રહેવાસી છે અને પોતાને સિયા મુસ્લિમ ગણાવી રહ્યો છે. તે અમદાવાદની એક હોટલમાં રોકાઈ રહ્યો હતો, જ્યાંથી તેને પકડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના શરીર પર ઘાનાં નિશાન છે, જેને તે યુદ્ધમાં લાગેલા ઘા હોવાનો દાવો કરી રહ્યો છે. આરોપીની ગેંગનો ભાગ રહેલા ઝકારિયા અલજાર, અહમદા અલહબશ, યુસુફ અલઝહર હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધ કરી રહી છે. આ લોકો લેબનોનમાં ભેગા થયા હતા અને પછી ત્યાંથી ભારત આવ્યા હતા.

- Advertisement -
Share This Article