Afghanistan Bus Crash: બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની રાજધાનીમાં એક પેસેન્જર બસ પલટી જતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા.
તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના કાબુલના અરઘંડી વિસ્તારમાં વહેલી સવારે બની હતી. બસ દક્ષિણ અફઘાનિસ્તાનથી મુસાફરોને હેલમંડ અને કંદહાર લઈ જઈ રહી હતી.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ જણાવ્યું હતું કે આ અકસ્માત બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે થયો હતો, જેમાં 27 લોકો ઘાયલ પણ થયા હતા. પશ્ચિમ હેરાત પ્રાંતમાં થયેલા એક અકસ્માતમાં લગભગ 80 લોકોના મોત થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ અકસ્માત થયો છે.