ONGC Apprentice Recruitment 2025: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ એપ્રેન્ટિસશીપ ભરતી માટે ઓનલાઈન નોટિફિકેશન બહાર પાડ્યું છે. ONGCમાં એપ્રેન્ટિસ તરીકે તાલીમ લેવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 2,623 એપ્રેન્ટિસની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 6 નવેમ્બર, 2025 સુધી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
વય મર્યાદા
6 નવેમ્બર, 2025 સુધી એપ્રેન્ટિસશિપની જગ્યાઓ માટે અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ છે. ઉંમરમાં છૂટછાટ પણ ઉપલબ્ધ રહેશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.
શૈક્ષણિક લાયકાત
એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અને 12 પાસ કરેલું હોવું જોઈએ. વધુમાં, ઉમેદવારો પાસે ITI સર્ટીફીકેટ, BE, BCom, BSc, BBA, BTech અને અન્ય જરૂરી લાયકાત હોવી આવશ્યક છે.