WhatsApp Dedicated Media Hub: થોડા મહિના પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ એક મીડિયા ફાઇલ માટેના ફીચર્સ લાવી રહી છે. આ ફીચરની અંદર યુઝર્સ તેની મીડિયા ફાઇલને બ્રાઉઝ કરી શકશે. આ ફીચરમાં એક ડેડિકેટેડ મીડિયા હબ આપવામાં આવ્યું છે. આ મીડિયા હબમાં યુઝરની તમામ રિસેન્ટ ફાઇલ એક જ જગ્યાએ જોઈ શકશે. આથી યુઝર આ તમામ મીડિયા ફાઇલને મેનેજ અને વ્યુ કરી શકશે. સાઇડબારમાં હવે એક નવું એન્ટ્રી પોઇન્ટ આપવામાં આવ્યું છે.
આ સેક્શનમાં યુઝર્સ દ્વારા કરવામાં આવેલી તમામ વ્યક્તિ સાથેની વાતચીતમાં ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સની સાથે લિંકને પણ એક્સેસ કરવાની પરવાનગી આપશે. આ માટે યુઝરે હવે પર્સનલ ચેટ નહીં ખોલવી પડે. વોટ્સએપ આ ફીચરને હાલમાં લિમિટેડ યુઝર્સ સાથે ટેસ્ટ કરવાનું શરૂ કરી ચૂકી છે. રિપોર્ટ મુજબ આ ફીચર હાલમાં લિમિટેડ વેબ ક્લાયન્ટ માટે જ ઉપયોગમાં છે. યુઝર્સ માટે આ ફીચર વધુ એક્સેસિબલ બનાવી શકાય એ માટે હવે એને મેક યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ મીડિયા હબ ફીચર
મીડિયા હબ ઇન્ટરફેસ ચેટમાં શેર કરવામાં આવેલા લેટેસ્ટ મીડિયાનું એક ખૂબ જ સિમ્પલ અને સારું લુક આપી રહ્યું છે. આ ફીચર ફક્ત ફોટો અને વીડિયો પૂરતું સીમિત નથી. યુઝર દ્વારા કરવામાં આવેલાં તમામ ડોક્યુમેન્ટ્સ અને લિંકને પણ એક જ જગ્યાએ જોઈ શકાશે. આથી યુઝરે હવે દરેક ચેટમાં જઈને એને શોધવાની તકલીફમાંથી છૂટકારો મળ્યો છે. આ મીડિયા હબ ફીચર ફક્ત લેટેસ્ટ ફાઇલને રજૂ કરે છે. આ ફીચર દરેક મીડિયાને ખૂબ જ જલદી એક્સેસ કરવા પર વધુ ધ્યાન આપે છે.
ફિલ્ટર કરી શકાશે ફાઇલ
એવી ચર્ચા છે કે આ ફીચરમાં એક બિલ્ટ-ઇન સર્ચ ફિલ્ટર છે જેની મદદથી યુઝર તેની જરૂરિયાત મુજબ મીડિયાને સર્ચ કરી શકશે. આ ફિલ્ટરની મદદથી યુઝર દ્વારા સેન્ડ કરવામાં આવેલા મીડિયાને પણ શોધી શકાશે. તેમ જ યુઝરે રિસીવ કરેલી ફાઇલને પણ શોધી શકાશે. આ ફીચર એ લોકો માટે શ્રેષ્ઠ છે જેમને ખબર નથી રહેતી કે તેમણે કઈ મીડિયા ફાઇલ કોને સેન્ડ કરી છે અથવા તો તેમને કોણે મોકલ્યું છે.
મીડિયા હબના અન્ય ફીચર્સ
મીડિયા હબમાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એક સાથે ઘણાં મીડિયાને સિલેક્ટ કરી શકાશે. તેમ જ તારીખના આધારે અને મીડિયા ફાઇલ સાઇઝના આધારે પણ આ ફીચરમાં ફાઇલ સર્ચ કરી શકાશે. કંપની આ ફીચરને વોટ્સએપ, મેકબુક અને વેબ ક્લાયન્ટ માટે ધીમે-ધીમે લોન્ચ કરી રહી છે. થોડા દિવસોમાં આ ફીચર દરેક સુધી પહોંચી જશે.

