બુલેટ ટ્રેન માટે સારા સમાચાર આવ્યા, બોઈસર સ્ટેશનના કામકાજનો પ્રારંભ થયો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના બોઈસર સ્ટેશનના કામની શરૂઆત થઇ ગઇ છે. ૨૦૨૮ સુધી સ્ટેશનનું કામ પૂરું થવાનો પ્લાન છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ૨૦૧૭માં કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ૩૦૦ કિમી એલિવેટેડ માર્ગનું કામ પૂરું થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં રાજકીય બાધાઓ અને પાલઘર જિલ્લામાં ખેડૂતોની જમીન સંપાદનના વિરોધને કારણે આ પ્રોજેક્ટ રખડી પડ્યો હતો. જોકે બુલેટ ટ્રેનના માર્ગમાં આવતી તમામ અડચણો દૂર કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે. પાલઘર જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનની જમીન પર પ્રત્યક્ષ કામને એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હોઇ તેના કામની પણ શરૂઆત થઇ ગઇ છે.

tran
The Prime Minister, Shri Narendra Modi interacting with the co-passengers while travelling by the Delhi Metro to Faridabad on September 06, 2015.

- Advertisement -

વિરાર, વૈતરણા ખાડી, પાલઘર અને બોઈસર વિસ્તારમાં કામને ગતિ પ્રાપ્ત થઇ છે. પાલઘર જિલ્લામાં વિરાર અને બોઈસરમાં બુલેટ ટ્રેનનાં બે સ્ટેશન રાખવામાં આવ્યાં છે, જેમાંથી બોઈસર સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બોઈસર શહેરથી પાંચ કિમીના અંતરે આવેલા બોટેગાંવ અને માન ગામ નજીક આ સ્ટેશન બાંધવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના કુલ ૫૦૮ કિમીના માર્ગ પૈકી શિલફાટા (થાણે)થી ઐરોલી (તલાસરી) ૧૩૫.૪૫ કિમીના પટ્ટાનું કામ એલ એન્ડ ટીને મળ્યું છે. કંપનીને આગામી પાંચ મહિનામાં આ કામ પૂરું કરવા માટે મુદત આપવામાં આવી છે.

મુંબઈ અમદાવાદને જોડતા બુલેટ ટ્રેનના કામને ગતિ મળી છે. હવે પાલઘર જિલ્લામાં ૧૦૦ થાંભલાના પાયાને ભરવાનું કામ પૂરું થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત થાણે, બોઈસર અને વિરાર ખાતે સ્ટેશનના કામ સહિત પુલ અને ડુંગરમાં ટનલના કામને ગતિ સાંપડી હોવાનું નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું.

- Advertisement -
Share This Article