NASA Crew 11 Medical Evacuation: અંતરિક્ષમાં ઈમરજન્સી: નાસાના ઈતિહાસમાં પહેલીવાર મેડિકલ કારણોસર મિશન અધવચ્ચે રોકાયું

Arati Parmar
2 Min Read

NASA Crew 11 Medical Evacuation: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ના પોતાના મિશનને અધવચ્ચે જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. એજન્સીના લગભગ 25 વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બની રહ્યું છે. મિશન પર ગયેલા ચારમાંથી એક અંતરિક્ષયાત્રીની તબિયત બગડવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. સ્પેસ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અંતરિક્ષયાત્રીઓની ટીમ નિર્ધારિત સમય કરતા વહેલી પૃથ્વી પર પાછી ફરી આવશે.

નાસાએ જણાવ્યું છે કે ISS પર હાજર અંતરિક્ષયાત્રીઓમાંથી એકને મેડિકલ ઇમરજન્સી ઊભી થયા બાદ આ મિશનને ટૂંકાવવામાં આવ્યું છે. નાસાએ નવા વર્ષના પ્રથમ સ્પેસ વોકને પણ આ જ કારણોસર રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, નાસાએ એસ્ટ્રોનોટની ઓળખ અને તેમની બીમારી વિશે જણાવ્યું નથી.

- Advertisement -

ISS મિશન પર નાસાએ શું કહ્યું છે

વોશિંગ્ટનમાં નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઈઝકમેને જણાવ્યું કે મેડિકલ સમસ્યા બાદ ક્રૂ-11 સ્પેસ મિશનના ક્રૂ સભ્યોને ઈવેક્યુએટ (બહાર કાઢવા) કરવામાં આવ્યા છે. અમારા મેડિકલ અધિકારીઓએ એસ્ટ્રોનોટને પાછા બોલાવવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે બીમારીની તપાસ કરવા અને સારવાર કરવાની ક્ષમતા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નથી.

નાસાના ચીફ હેલ્થ એન્ડ મેડિકલ ઓફિસર જેમ્સ પોલ્કે જણાવ્યું છે કે અમારી પાસે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મેડિકલ હાર્ડવેરનો સારો સેટ છે. જોકે, અમારી પાસે ખાસ કરીને દર્દીનું સંપૂર્ણ ચેકઅપ કરવા માટેનું સેટઅપ નથી. આ મેડિકલ ઘટનામાં અમને એસ્ટ્રોનોટની ચિંતા હતી અને તેમના સંપૂર્ણ ચેકઅપ માટે અમે મિશન અધવચ્ચે જ સમાપ્ત કર્યું છે.

- Advertisement -

પ્રથમ વખત બહાર કાઢવામાં આવ્યા

નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર અમિતે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે અમે કોઈ વ્હીકલ દ્વારા કંટ્રોલ્ડ મેડિકલ ઈવેક્યુએશન કર્યું છે. તેથી આ અસામાન્ય છે. ક્રૂએ અણધારી મેડિકલ સ્થિતિઓને મેનેજ કરવા માટે તેમની ઓનબોર્ડિંગ ટ્રેનિંગનો ઉપયોગ કર્યો.

અમિતે જણાવ્યું કે સાવચેતીપૂર્વકના વિચાર-વિમર્શ બાદ અમે ક્રૂ-11 ને પાછા બોલાવવાનો નિર્ણય લીધો. નાસા-સ્પેસએક્સ ક્રૂ-11 માં ચાર એસ્ટ્રોનોટ્સમાં અમેરિકી સભ્યો માઈક ફિન્કે અને જેના કાર્ડમેન, જાપાનના કિમિયા યુઈ અને રશિયાના ઓલેગ પ્લાટોનોવ સામેલ છે.

- Advertisement -
Share This Article