ખતરનાક મંકીપોક્સ ભારતની નજીક પહોંચ્યો

Reena Brahmbhatt
2 Min Read

નવીદિલ્હી, તા.16 : દુનિયા હજી કોરોના મહામારીમાંથી પૂરી રીતે ઉગરી નથી ત્યાં હવે વધુ એક ખતરો માથે ઝળૂંબવા લાગ્યો છે. દુનિયાનાં અનેક દેશ ખતરનાક મંકીપોક્સની ચપેટમાં આવી ગયા છે. અનેક આક્રિકી દેશોમાં તેનાં સંક્રમણમાં થઈ રહેલા ઉછાળાનાં કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(હુ) દ્વારા તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી ઘોષિત કરી દેવામાં આવી છે. આ રોગચાળો હોવે ભારતનાં સીમાડાં સુધી પહોંચી ગયો હોવાથી આપણે વધુ સતર્કતા વર્તવાની પણ આવશ્યકતા ઉભી થઈ ગઈ છે. કારણ કે પાકિસ્તાનમાં પણ એમપોક્સનાં ત્રણ રોગીની પુષ્ટિ થઈ ગઈ છે.

2jo6i268 how monkeypox

- Advertisement -

હુએ મંકી પોક્સને કટોકટી જાહેર કરતાં તેને `ગ્રેડ 3 ઈમરજન્સી’ તરીકે વર્ગીકૃત કર્યો છે. જેનો અર્થ છે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં 27,000થી વધુ કેસ નોંધાયા છે અને લગભગ 1100 મૃત્યુ થયા છે. કોંગોના કેટલાક ભાગો ઉપરાંત, આ વાયરસ હવે પૂર્વીય કોંગોથી રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યામાં ફેલાયો છે. પાકિસ્તાની ફેડરલ હેલ્થ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, જે વ્યક્તિને મંકીપોક્સ હોવાની જાણ થઈ છે.

આ વ્યક્તિ દીઠ શહેરનો રહેવાસી હતો અને હાલમાં તે મર્દાનમાં રહે છે. અધિકારીઓએ જણાવ્યું કે, 3 ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ ચેપગ્રસ્ત વ્યક્તિને એમપોક્સ હોવાનું નિદાન થયું હતું. આ વર્ષે પાકિસ્તાનમાં એમપોક્સનો આ નોંધાયેલો પહેલો કેસ છે. પાકિસ્તાન ઉપરાંત સ્વીડનમાં પણ તેનો પહેલો કેસ નોંધાયો છે. એમપોક્સનાં સંક્રમણને ધ્યાને લેતા ચીનની સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. ચીનની જેમ જ ભારતે પણ આને લઈને સતર્ક થઈ જવાની આવશ્યકતા પેદા થઈ ગઈ હોવાનું સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કહ્યું છે. – મંકીપોક્સના લક્ષણો : તાવ, ત્વચા પર લાલ ફોલ્લીઓ, લસિકા ગાંઠોમાં સોજો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો

- Advertisement -
Share This Article