India Air Pollution NCAP: સ્વચ્છ હવા ક્યારે મળશે? ઉદ્યોગો અને વાહનોના ધુમાડામાં ગૂંગળાતું જનજીવન, CREA ના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Arati Parmar
2 Min Read

India Air Pollution NCAP: દેશના માત્ર ૪ ટકા પ્રદૂષિત શહેરો જ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) ના દાયરામાં આવે છે. દેશના લગભગ અડધા શહેરો (૪૪ ટકા) સતત પાંચથી વધુ વર્ષો સુધી પીએમ ૨.૫ (PM 2.5) ધોરણોનું પાલન કરી શક્યા નથી. પ્રદૂષણ સતત જળવાઈ રહેવાથી સ્પષ્ટ છે કે આ સમસ્યા મોસમી નથી પરંતુ વર્ષભર બની રહે છે. પ્રદૂષણની સમસ્યા પરિવહન, ઉદ્યોગ અને પાવર પ્લાન્ટ જેવા ક્ષેત્રોમાંથી થતા સતત ઉત્સર્જનને કારણે છે.

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) એ શુક્રવારે એક વિશ્લેષણ જાહેર કર્યું છે. આમાં સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરતા CREA એ દાવો કર્યો કે દેશના ૪૦૪૧ શહેરોમાંથી ૧૭૮૭ શહેરોમાં પાંચ વર્ષ (૨૦૧૯-૨૪) દરમિયાન દર વર્ષે પીએમ ૨.૫ ધોરણો કરતા વધુ રહ્યું. આમાં કોવિડ વર્ષ ૨૦૨૦ સામેલ નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે દેશના લગભગ ૪૪ ટકા શહેરો લાંબા સમયથી પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

NCAP માં માત્ર ૧૩૦ શહેરો સામેલ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્થિતિ હોવા છતાં દેશનો મોટો કાર્યક્રમ NCAP આ બોજનો માત્ર એક નાનો હિસ્સો જ કવર કરે છે. NCAP માં કુલ ૧૩૦ શહેરો સામેલ છે. આમાંથી માત્ર ૬૭ શહેરો જ આ ૧૭૮૭ શહેરોમાં સામેલ છે.

એક્સપર્ટ બોલ્યા – NCAP નો વ્યાપ વધારવાની જરૂર: CREA ના ઈન્ડિયા એનાલિસ્ટ મનોજ કુમારના જણાવ્યા અનુસાર, ભારત માટે આગળનો એકમાત્ર રસ્તો એ છે કે પીએમ ૧૦ ની સરખામણીમાં પીએમ ૨.૫ અને ગેસ પ્રદૂષણ જેવા કે SO2, NO2 વગેરેને ઘટાડવાનું કામ કરે. NCAP માં આ પ્રદૂષકોને આધાર બનાવે. સાથે જ NCAP નો વ્યાપ વધારે.

- Advertisement -

૧૩૦ NCAP શહેરોમાં ૨૮ શહેરોમાં મોનિટરિંગ સ્ટેશન જ નથી

રિપોર્ટ અનુસાર ૧૩૦ NCAP શહેરોમાં ૨૮ શહેરોમાં હજુ પણ CAAQMS (સતત રિયલ ટાઈમ મોનિટરિંગ સ્ટેશન) નથી. જે ૧૦૨ શહેરોમાં સ્ટેશન છે તેમાંથી ૧૦૦ શહેરોમાં પીએમ ૧૦ ડેટા કવરેજ ૮૦ ટકા કે તેથી વધુ રહ્યું છે.

  • ૧૩.૪૧ હજાર કરોડ મળ્યા અત્યાર સુધી NCAP ને

  • ૯.૯૨ હજાર કરોડ (૭૪ ટકા) ખર્ચ કરવામાં આવ્યા છે

  • ૬૮% ફંડનો ઉપયોગ રોડની ધૂળ માટે થયો

  • ૧૪% બાયોમાસ સળગાવવા પર

Share This Article