SC Unclaimed Bank Accounts: વગર દાવા વાળી બેંક રકમ અંગે સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને વેધક સવાલ, વારસદારોને કેમ નથી મળતી જાણકારી?

Arati Parmar
2 Min Read

SC Unclaimed Bank Accounts: સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર અને RBI ને પૂછ્યું કે મૃત વ્યક્તિઓના બેંક ખાતાઓની જાણકારી તેમના વારસદારોને કેમ આપી શકાતી નથી, જેથી તેઓ વગર દાવા વાળી (Unclaimed) રકમ મેળવી શકે. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચ 2022 માં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી, જે રોકાણકારો અને જમાકર્તાઓની વગર દાવા વાળી રકમ સાથે સંબંધિત છે, જે તેમના કાયદેસરના વારસદારોને મળી શકતી નથી.

અરજીકર્તા વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે મૃત વ્યક્તિના વારસદારોને ખબર જ હોતી નથી કે કેટલી રકમ વગર દાવા વાળી પડી છે. અરજીમાં આવા ખાતાઓની વિગતો જાહેર કરવાના નિર્દેશો માંગવામાં આવ્યા છે. આ બાબતે જસ્ટિસ મહેતાએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આવા ખાતાઓની વિગતો જાહેર કરવામાં આવે, તો ઓનલાઇન ઠગ પોતાને વારસદાર ગણાવીને રકમ હડપવાનો પ્રયાસ કરી શકે છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો

કેન્દ્ર સરકારે ‘ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ’ (DEAF) વિશે જણાવ્યું, જેમાં 10 વર્ષ સુધી વગર દાવા વાળી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ જનજાગૃતિ અને નાણાકીય સાક્ષરતાની યોજનાઓ માટે કરવામાં આવે છે. સરકારે કહ્યું કે અરજી આ ટ્રાન્સફરને પડકારતી નથી.

5 મેના રોજ થશે આગામી સુનાવણી

જો વાસ્તવિક વારસદાર આવે છે, તો તેને ફંડમાંથી રકમ પરત કરવામાં આવે છે. બેન્ચે કેન્દ્ર અને આરબીઆઈને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

- Advertisement -
Share This Article