UAE Ambassador Warning Trump: ‘ઈરાન યુદ્ધને અધૂરું છોડવાની ભૂલ ના કરે ટ્રમ્પ’, UAE ના રાજદૂતે અમેરિકાને આપી ચેતવણી, સાઉદી પણ ભડક્યું

Arati Parmar
5 Min Read

UAE Ambassador Warning Trump: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અમેરિકામાં રાજદૂત યુસુફ અલ ઓતૈબાએ બુધવારે ઈરાન સાથે ઉતાવળમાં જંગ રોકવાના પ્રયાસોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. તેમણે વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક લેખમાં કડક ચેતવણી આપી છે. તેમણે તર્ક આપ્યો છે કે ‘ઈરાન સાથેનું યુદ્ધ એવી રીતે ખતમ થવું જોઈએ જેનાથી આ ક્ષેત્ર માટે તેહરાનનો લાંબા સમયથી ચાલી આવતો ખતરો ખતમ થઈ જાય.’ યુએઈના રાજદૂતનો આ સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ખાડી દેશોએ નાગરિકો અને ઉર્જા સાથે જોડાયેલા પાયાના માળખા પર ઈરાની હુમલાઓને લઈને પોતાની જાહેર ચેતવણીઓ તેજ કરી દીધી છે. સાઉદી અરેબિયાએ પણ ઈરાન સાથે થનારા યુદ્ધવિરામના કોઈ પણ પ્રયાસને લઈને ઊંડી નારાજગી વ્યક્ત કરી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના ઓપિનિયન લેખમાં સંયુક્ત આરબ અમીરાતના રાજદૂત યુસુફ અલ ઓતૈબાનો એક લેખ પ્રકાશિત થયો છે. તેનું શીર્ષક છે ‘UAE Stands Up to Iran’ એટલે કે ‘સંયુક્ત આરબ અમીરાત (UAE) ઈરાનની સામે ઉભું છે’ માં રાજદૂત અલ ઓતૈબાએ લખ્યું કે ‘વર્તમાન યુદ્ધ માટે એક નિર્ણાયક પરિણામની જરૂર છે, જે ઈસ્લામિક ગણરાજ્ય (ઈરાન) સાથે જોડાયેલા ખતરાના સમગ્ર વ્યાપને સંબોધિત કરે.’ આ લેખ બુધવારે બપોરે WSJ ના ‘ઓપિનિયન’ પાના પર પ્રકાશિત થયો છે.

- Advertisement -

ઈરાનથી યુદ્ધવિરામની વિરુદ્ધ અમેરિકાના આરબ સાથીઓ

ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી યુદ્ધવિરામનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ઈઝરાયેલની સાથે સાથે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તેમનો વિરોધ કરી રહ્યા છે. અહેવાલો મુજબ આ દેશોએ ટ્રમ્પ પ્રશાસનમાં યુદ્ધ રોકવાના કોઈ પણ પ્રયાસ વિરુદ્ધ જબરદસ્ત લોબિંગ કર્યું છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતે ડોનાલ્ડ ટ્રમ્પને વારંવાર તેમના અંગત મોબાઈલ પર ફોન કરી રહ્યા છે. પ્રિન્સ સલમાનનું કહેવું છે કે ‘ઈરાનને આ વખતે રોકવામાં નહીં આવે તો તે વધુ શક્તિશાળી બનીને આવશે.’ વળી યુએઈના રાજદૂતના લેખથી સાફ ખબર પડે છે કે આ મામલે તે સાઉદી અરેબિયાની સાથે ઉભું છે.

વળી અમેરિકાના સાથી દેશોને ડર સતાવી રહ્યો છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ કરી લે છે તો હાલત યુદ્ધ શરૂ થવા પહેલાની સરખામણીએ ઘણી વધુ ખરાબ થઈ જશે. સાઉદી અરેબિયા ઈચ્છે છે કે યુદ્ધ ખતમ થતા પહેલા તેહરાનની ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને ‘જેટલી બને તેટલી’ નબળી પાડવામાં આવે. સાઉદી અરેબિયાના વલણથી પરિચિત એક પ્રાદેશિક અધિકારીએ આ વાત જણાવી છે. વળી તે જ અધિકારીએ એમ પણ કહ્યું છે કે સંયુક્ત આરબ અમીરાતનું માનવું છે કે આ ક્ષેત્ર માટે ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમ સાથે જીવવાનું ચાલુ રાખવું ‘મુશ્કેલ’ હશે.

- Advertisement -

ઈરાન યુદ્ધને લઈને સાઉદી અને UAE ની ચિંતા શું છે?

UAE ના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગર્ગશે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ‘ઈરાન યુદ્ધથી મળનારો સંદેશ હવે બિલકુલ સાફ થઈ ગયો છે.’ તેમણે કહ્યું કે ‘અમારી વિચારસરણી માત્ર સીઝફાયર સુધી જ મર્યાદિત નથી પરંતુ અમે એવા ઉકેલો તરફ જોઈ રહ્યા છીએ જે ખાડી ક્ષેત્રમાં સ્થાયી સુરક્ષા સુનિશ્ચિત કરે.’ આમાં ઈરાનના ‘પરમાણુ જોખમ, મિસાઈલો, ડ્રોન અને સામુદ્રધુનીમાં તેની દાદાગીરી’ થી નિપટવાનું પણ સામેલ છે. રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તેમણે આગળ કહ્યું ‘એ વિચારવું પણ અશક્ય લાગે છે કે આ આક્રમકતા એક સ્થાયી ખતરાનું રૂપ લઈ લે.’

બીજી તરફ અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે તેઓ પણ આ જ લક્ષ્યો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે આ મહિને કહ્યું હતું કે તેમનું લક્ષ્ય ‘ઈરાનની હુમલાખોર મિસાઈલોને નષ્ટ કરવી, ઈરાનના મિસાઈલ ઉત્પાદનને તબાહ કરવું અને તેની નૌસેના તથા અન્ય સુરક્ષા માળખાને નષ્ટ કરવાનું છે.’

- Advertisement -

ઈરાને સૌથી વધુ મિસાઈલો આરબ દેશો પર દાગી

ઈરાની અધિકારીઓએ કહ્યું છે કે તેમની મોટાભાગની મારક ક્ષમતાનો ઉપયોગ પાડોશી આરબ દેશો વિરુદ્ધ કરવામાં આવ્યો છે જેનાથી પ્રાદેશિક નેતાઓ હેરાન છે. આ નેતાઓ જોર દઈને કહે છે કે યુદ્ધમાં તેમની કોઈ ભૂમિકા નહોતી અને તેમણે તો સક્રિય રીતે આની વિરુદ્ધ લોબિંગ કર્યું હતું. જેમ-જેમ યુદ્ધ આગળ વધ્યું તેહરાને ઘણા ખાડી આરબ દેશો પર આરોપ લગાવ્યો કે તેમણે અમેરિકાને પોતાની જમીનનો ઉપયોગ કરીને ઈસ્લામિક ગણરાજ્ય પર હુમલા કરવાની પરવાનગી આપી.

રોયટર્સે બુધવારે અહેવાલ આપ્યો છે કે ખાડી આરબ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને કહ્યું કે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા એક “અસ્તિત્વનો ખતરો” પેદા કરે છે અને કુવૈત તથા UAE ના પ્રતિનિધિઓએ ઈરાન પર આતંકવાદ અને વિસ્તારવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. આ તીખી નિવેદનબાજી WSJ ના લાઈવ કવરેજના રિપોર્ટિંગ દરમિયાન પણ જોવા મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા અને UAE આ વાતથી બહુ ચિંતિત હતા કે ઈરાનના નોંધપાત્ર રીતે નબળા પડ્યા પહેલા જ સંઘર્ષને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Share This Article