Ahmedabad Demolition Policy: અમદાવાદમાં જૂનાં મકાનો તોડવા માટે નવી પોલિસી, 7 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી પડશે

Arati Parmar
1 Min Read
Ahmedabad Demolition Policy

Ahmedabad Demolition Policy: અમદાવાદમાં જૂનાં અને જર્જરિત મકાનો તોડવાની કામગીરીને વ્યવસ્થિત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ તૈયાર કરી છે. આ પોલિસી અમલમાં આવ્યા બાદ શહેરમાં કોઈપણ જૂનું બાંધકામ તોડતાં પહેલાં નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે.

હાલમાં મકાનો તોડવા માટે ચોક્કસ નિયમો ન હોવાથી ધૂળ, ટ્રાફિક, રસ્તા પર દબાણ અને હવાના પ્રદૂષણ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. નવી પોલિસી મુજબ, ડિમોલિશન શરૂ કરતાં ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી પડશે. સાથે મકાનના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા અને ઉપયોગ સહિતની વિગતો પણ આપવી પડશે.

- Advertisement -

ડિમોલિશનની કામગીરી માત્ર દિવસ દરમિયાન જ કરી શકાશે. ધૂળ નિયંત્રણ માટે પાણીનો છંટકાવ, ડસ્ટ બેરિયર અને રસ્તાઓની સફાઈ ફરજિયાત રહેશે. શ્રમિકોને હેલ્મેટ, બૂટ અને અન્ય સુરક્ષા સાધનો આપવાના રહેશે. સ્થળ પર બેરિકેડ અને સેફ્ટી નેટ લગાવવી પડશે. ઊંચી ઇમારતો તોડતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની હાજરી પણ જરૂરી રહેશે.

48 કલાકમાં કાટમાળનો નિકાલ કરવો પડશે

ડિમોલિશન દરમિયાન નીકળતા કાટમાળને ઢાંકીને રાખવો અને 48 કલાકમાં તેનો નિકાલ કરવો પડશે. ઊંચી શ્રેણીનાં બાંધકામના ઓછામાં ઓછા 15 ટકા કાટમાળનો પુનઃઉપયોગ કરવો પણ જરૂરી રહેશે.

- Advertisement -

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદા હેઠળ કરવામાં આવતી ડિમોલિશનની કામગીરીને આ પોલિસીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિયમો મિલકત માલિકો, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને ડિમોલિશન સાથે સંકળાયેલી અન્ય એજન્સીઓને લાગુ પડશે.

- Advertisement -
Share This Article