Triumph Bonneville T40: Triumphએ ભારતમાં નવી Bonneville T40, T40 Black અને T4 લોન્ચ કરી, શરૂઆતની કિંમત 2.54 લાખ રૂપિયા, જાણો ખાસિયતો

Arati Parmar
4 Min Read

Triumph Bonneville T40: ભારતીય બજારમાં 350ccની મોટરસાઇકલ ખરીદનારાઓ માટે એક મોટી ખબર આવી છે કે ટ્રાયમ્ફે ભારતમાં પોતાની બહુપ્રતીક્ષિત નવી Bonneville રેન્જ પરથી પડદો હટાવી દીધો છે. કંપનીએ Bonneville T40 અને T40 Blackની એક્સ-શોરૂમ કિંમત 2,79,999 રૂપિયા નક્કી કરી છે, જ્યારે વધુ સસ્તી Bonneville T4ની એક્સ-શોરૂમ, દિલ્હી કિંમત 2,54,999 રૂપિયા રાખવામાં આવી છે. બજાજ સાથેની પાર્ટનરશિપમાં ડેવલપ કરવામાં આવેલા આ મોડલ્સમાં નવા 350cc TR સિરીઝ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 29 PSની પાવર અને 31 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. ક્લાસિક 1960ના દાયકાના રેટ્રો લુક અને મોડર્ન ટેકનોલોજીનું આ શાનદાર કોમ્બો ભારતીય બજારમાં કમ્યુટર અને ક્રૂઝર બાઇક લવર્સને આકર્ષિત કરનારું છે.

પ્રાઇસ અને બુકિંગ ડિટેલ્સ

ટ્રાયમ્ફની નવી Bonneville રેન્જ માટે ઓનલાઇન બુકિંગ 7 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 4:30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ડિલિવરીની વાત કરીએ તો Bonneville T40ની ડિલિવરી નવેમ્બર 2026ના બીજા અઠવાડિયાથી શરૂ થશે, જ્યારે Bonneville T4ની ડિલિવરી જાન્યુઆરી 2027ના બીજા અઠવાડિયાથી શરૂ કરવામાં આવશે. તેમની એક્સ-શોરૂમ કિંમતોની વાત કરીએ તો Bonneville T4ની 2,54,999 રૂપિયા અને Bonneville T40 તથા T40 Blackની 2,79,999 રૂપિયા છે.

- Advertisement -

ક્લાસિક લુક અને ધાંસૂ ડિઝાઇન

ટ્રાયમ્ફ Bonneville સિરીઝની આ ત્રણેય 350cc મોટરસાઇકલમાં કંપનીની પરંપરાગત ક્રાફ્ટમેનશિપ અને ઝીણવટભરી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં સિગ્નેચર ટિયરડ્રોપ ફ્યુઅલ ટૅન્ક, રાઉન્ડ હેડલાઇટ, સ્પોક વ્હીલ્સ, ટ્વિન-શોક રિયર સસ્પેન્શન અને હેન્ડ-પેઇન્ટેડ કોચ લાઇનિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને અસલી Bonneville ક્લાસિક લુક આપે છે. આ ઉપરાંત બ્રશ્ડ પિશૂટર સાઇલેન્સર અને એલ્યુમિનિયમ એન્જિન કવર તેની સુંદરતામાં વધુ વધારો કરે છે.

શક્તિશાળી 350cc TR સિરીઝ એન્જિન અને પરફોર્મન્સ

  • ટ્રાયમ્ફ Bonneville સિરીઝની આ બાઇક્સમાં 350cc TR સિરીઝ એન્જિન આપવામાં આવ્યું છે, જેને ખાસ કરીને નોઇઝ ફ્રી અને ટોર્ક-રિચ પાવર ડિલિવરી માટે ટ્યુન કરવામાં આવ્યું છે.
  • આ એન્જિન 7000 RPM પર 29 PSની પાવર અને 5500 RPM પર 31 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે, જે શહેરના ટ્રાફિક અને લાંબી હાઇવે રાઇડ્સ બંને માટે શ્રેષ્ઠ અનુભવ આપે છે.

મોડર્ન ટેકનોલોજી અને રાઇડર એડ્સ

  • ટેકનોલોજીની બાબતમાં T40 અને T40 Black વેરિઅન્ટ્સમાં નવું 4-ઇંચ સર્ક્યુલર TFT ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે ફુલ સ્માર્ટફોન કનેક્ટિવિટી (મેપ નેવિગેશન, મ્યુઝિક કંટ્રોલ) અને 5 રાઇડિંગ મોડ્સ સાથે આવે છે. તેમાં કોર્નરિંગ ABS, કોર્નરિંગ ટ્રેક્શન કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. જ્યારે T4 વેરિઅન્ટમાં કલર LCD ડિસ્પ્લે અને ડ્યુઅલ-ચેનલ ABSની સુવિધા આપવામાં આવી છે.
  • ટ્રાયમ્ફની નવી Bonneville રેન્જમાં રિલેક્સ્ડ એર્ગોનોમિક્સ, ઓછી સીટ હાઇટ (જેને એક્સેસરી લો સીટ દ્વારા ઘટાડીને 770 MM કરી શકાય છે) અને હલકું હેન્ડલિંગ સેટઅપ આપવામાં આવ્યું છે, જે તેને અલગ-અલગ પ્રકારના રાઇડર્સ માટે ખૂબ જ સરળ અને આરામદાયક બનાવે છે.

‘અસલી Bonnevilleની સ્ટાઇલ, કેરેક્ટર અને ઓનરશિપ એક્સપીરિયન્સ’

ટ્રાયમ્ફ મોટરસાઇકલ્સના ચીફ પ્રોડક્ટ ઓફિસર સ્ટીવ સારજન્ટે આ બાઇક્સને ભારતમાં રજૂ કરવાના પ્રસંગે કહ્યું કે Bonneville કંપનીના ઇતિહાસની સૌથી ખાસ મોટરસાઇકલમાંથી એક છે, તેથી તેના નામ પર એક નવું મોડલ ઉતારવું એક મોટી જવાબદારી હતી. કંપનીનો હેતુ માત્ર એક નાની Bonneville બનાવવાનો નહોતો, પરંતુ એવી મોટરસાઇકલ તૈયાર કરવાનો હતો, જે એક અસલી Bonnevilleની સ્ટાઇલ, કેરેક્ટર અને ઓનરશિપ એક્સપીરિયન્સ આપી શકે. બજાજ સાથે મળીને કામ કરતાં અમે આ સેગમેન્ટમાં પ્રથમ વખત ઉચ્ચ સ્તરની ટેકનોલોજી અને રાઇડર-ફોકસ ઇનોવેશન રજૂ કર્યું છે.

- Advertisement -
Share This Article