Auto Exports Surge: ઓટોમોબાઇલ નિકાસમાં તેજી, સ્થાનિક વેચાણમાં મંદી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Auto Exports Surge: સ્થાનિક બજારમાં પેસેન્જર કારની માંગમાં ઘટાડા વચ્ચે, ઓટોમોબાઈલ ઉદ્યોગની મુખ્ય કંપનીઓ નિકાસમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૪-૨૫માં, ઉદ્યોગની કુલ નિકાસમાં ૧૫ ટકાનો વધારો થયો છે જ્યારે સ્થાનિક બજાર વેચાણમાં માત્ર ૨ ટકાનો વધારો થયો છે. આમ ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓની કારની માંગ વિદેશના બજારોમાં વધી રહી છે.

પેસેન્જર કાર માર્કેટમાં અગ્રણી મારુતિ સુઝુકી, ભારતમાંથી પેસેન્જર વાહનોની કુલ નિકાસમાં ૫૦ ટકા હિસ્સો હાંસલ કરવા પર નજર રાખી રહી છે. મારુતિએ ગયા નાણાકીય વર્ષમાં ૩,૩૨,૫૮૫ વાહનોની નિકાસ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, તે ૨૦ ટકાના વધારા સાથે ૪,૦૦,૦૦૦થી વધુ વાહનોની નિકાસ કરવાની અપેક્ષા રાખે છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં લગભગ ૧,૬૩,૩૮૬ વાહનોની નિકાસ કરી હતી અને હવે નિકાસમાં ૭ થી ૮ ટકાના વધારા પર નજર રાખી રહી છે.

- Advertisement -
Share This Article