Bullion Market Investments: વોરેન બફેનો બદલાયેલો વલણઃ કિયોસાકીએ સોના-ચાંદી અને બિટકોઇનમાં રોકાણની આપી સલાહ

Arati Parmar
3 Min Read

Bullion Market Investments: વિશ્વભરના શેરબજારો છેલ્લા કેટલાક સમયથી ભારે અસ્થિરતાનો અનુભવ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હુમલાઓએ વેપાર યુદ્ધને વેગ આપ્યો છે. આ પરિસ્થિતિઓ વચ્ચે, વિશ્વના અગ્રણી રોકાણકાર બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફેનું વલણ પણ બદલાયું છે. અત્યાર સુધી, તેમણે સોના અને ચાંદીને નોન-પ્રોડક્ટિવ સંપત્તિ ગણાવી રોકાણ કરવાથી દૂર રહેતાં હતાં અને સ્ટોક માર્કેટમાં જ રોકાણ કરવા સલાહ આપતાં હતા. હવે તેઓ કિંમતી ધાતુ તરફ વળ્યા છે. પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ, પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ એક મોટું ઍલર્ટ આપતાં કહ્યું છે કે, સ્ટોક અને બોન્ડ માર્કેટમાં મોટો કડાકો આવવાનો છે. તેમણે ફરી એકવાર સોના અને ચાંદીને એકમાત્ર સલામત રોકાણ વિકલ્પ તરીકે દર્શાવ્યો છે.

- Advertisement -
Share This Article