Gold Price Today: આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટી રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 1150 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું 1050 રૂપિયા સસ્તુ થયું છે.
વર્તમાન ભાવની વાત કરીએ તો આજે 2 માર્ચ રવિવારે પણ સોના ભાવમાં ઘટાડો નોંધાયો છે, આજે 24 કેરેટ સોનાનો ભાવ 86,700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 86,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 79,550 રુપિયા છે.
જ્યારે અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 79,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 86,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં તે 3500 રૂપિયા સસ્તું થયું છે. 2 માર્ચે ચાંદીની કિંમત 97,000 રૂપિયા પ્રતિ કિલો છે.
1 માર્ચે ઈન્દોરના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 1900 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ હતી અને સરેરાશ કિંમત 95200 રૂપિયા પ્રતિ કિલો હતી. શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત રૂ. 2,100 ઘટીને રૂ. 96,400 પ્રતિ કિલો થઈ ગઈ હતી. એશિયન માર્કેટમાં કોમેક્સ ચાંદીનો વાયદો 1.21 ટકા ઘટીને $31.72 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.

