Power of Attorney: શું પાવર ઓફ એટર્નીથી કોઈ પ્રોપર્ટીનો માલિકીનો હક્ક મળી જાય છે? શું અસલી માલિકનો હક્ક ખતમ થઇ જાય છે? આ સવાલ ઘણા લોકોના મનમાં હશે. ખાસ કરીને આવો સવાલ ત્યારે થાય છે, જ્યારે કોઈ સંબંધી કે મિત્રના નામે પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે. પરંતુ હકીકત તેનાથી થોડી અલગ છે. હકીકતમાં પાવર ઓફ એટર્ની (Power of Attorney) એક એવો કાયદાકીય દસ્તાવેજ છે, જેના દ્વારા કોઈ વ્યક્તિને આ અધિકાર આપવામાં આવે છે કે તે તમારી તરફથી થોડું કામ કરી શકે – જેમ કે પ્રોપર્ટી વેચવી, રજીસ્ટ્રેશન કરાવવું, ભાડું લેવું કે બેન્ક સાથે જોડાયેલ કોઈ કામ કરવું. પરંતુ તેનાથી તે વ્યક્તિનો માલિકીનો હક્ક નથી બની જતો.
મળે છે માત્ર અધિકાર :- જો કોઈને પાવર ઓફ એટર્ની આપવામાં આવી છે, તો તેનો અર્થ એ છે કે તે માત્ર મલિક તરફથી કાયદાકીય કાર્ય કરી શકે છે. તે પોતે આ સંપત્તિનો માલિક નથી. માલિકીનો હક્ક ત્યારે જ ટ્રાન્સફર થાય છે, જ્યારે રજીસ્ટર્ડ સેલ ડીડ (Registered Sale Deed) કે ગિફ્ટ ડીડ (Gift Deed) દ્વારા સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય :- સુપ્રીમ કોર્ટે પણ 2011માં કહ્યું હતું કે પાવર ઓફ એટર્નીથી કોઈપણ વ્યક્તિ સંપત્તિનો મલિક નથી બની જતો. કોર્ટે કહ્યું કે આ માત્ર એક ‘ઓથોરિટી ડોક્યુમેન્ટ’ છે, જેનાથી કોઈને સીમિત અધિકાર મળ્યા છે, પરંતુ તે માલિકીના હક્ક નથી આપતું.
ક્યારે કામ આવે છે પાવર ઓફ એટર્ની? :- આ ડોક્યુમેન્ટ ત્યારે કામ આવે છે, જ્યારે તમે કોઈ શહેરમાં રહો છો અને પોતાની સંપત્તી સાથે સંબંધિત કામ પોતે નથી કરી શકતા. જેમ કે, જો તમે દિલ્હીમાં રહો છો અને તમારી પ્રોપર્ટી મુંબઈમાં છે, તો તમે ત્યાં પોતાના કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપીને કામ કરવાના અધિકાર આપી શકે છે.
ધ્યાન રાખવાની વાત :- જો તમે પાવર ઓફ એટર્ની આપી રહ્યા છો, તો તેને રજીસ્ટર્ડ કરાવવું જરૂરી છે. સાથે જ શરતો સ્પષ્ટ લખેલી હોવી જરૂરી છે કે સામેવાળું વ્યક્તિ કયા કયા કામ કરી શકે છે, નહીંતર બાદમાં કાયદાકીય વિવાદ થઇ શકે છે.

