Nifty 50 Q2 FY2026 earnings growth: ભારતની લિસ્ટેડ કંપનીઓને વધુ એક ક્વાર્ટરમાં ધીમી આવક અને કમાણી વૃદ્ધિનો સામનો કરવો પડી શકે છે. વિવિધ એનાલીસ્ટોના નિફ્ટી ૫૦ કંપનીઓ માટે સંકલિત કમાણી અંદાજ સૂચવે છે કે જુલાઈ-સપ્ટેમ્બર (Q૨ FY૨૦૨૬) દરમિયાન કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત ૧૦મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેવાની ધારણા છે.
ચોખ્ખા નફામાં વૃદ્ધિ પણ સતત છઠ્ઠા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેવાની ધારણા છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકો સૌથી વધુ પાછળ રહેવાની શક્યતા છે, જેમાં મોટાભાગની બેંકો ચોખ્ખા નફામાં વાષક ધોરણે ઘટાડો અને ચોખ્ખી વ્યાજ આવકમાં ફ્લેટથી નકારાત્મક વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. તેમનું પ્રદર્શન એકંદર કમાણી પર દબાણ લાવશે, કારણ કે બેંકો કુલ કોર્પોરેટ નફામાં લગભગ એક તૃતીયાંશ ફાળો આપે છે. બીજી તરફ, ટેલિકોમ ઓપરેટરો અને સ્ટીલ કંપનીઓ નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં આવકમાં વાર્ષિક વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો આપે તેવી અપેક્ષા છે.
બ્રોકરેજ અંદાજ મુજબ, સંયુક્ત ચોખ્ખું વેચાણ (અથવા ધિરાણકર્તાઓની ચોખ્ખી વ્યાજ આવક) નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૭.૪% વધવાની અપેક્ષા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બીજા ક્વાર્ટરમાં ૪.૯% અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ૫.૭% કરતા વધારે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં સંયુક્ત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૬.૮ ટકા વધવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ૯.૮ ટકા હતો.