સુરતઃ નકલી ફેક્ટરીનો પર્દાફાશ, અનેક બ્રાન્ડેડ કંપનીઓનો ડુપ્લીકેટ માલ જપ્ત

Reena Brahmbhatt
1 Min Read

ડેટોલ, હાર્પિક-લાયસોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના નામે લાખોની કિંમતનો ડુપ્લીકેટ માલ જપ્ત

સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડે દૂર ડેટોલ, હાર્પિક વગેરે જેવી બ્રાન્ડેડ વસ્તુઓની નકલ કરવામાં આવતી હતી. કંપની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં કાચો માલ, ડુપ્લીકેટ સામાન અને રૂ. 4.39 લાખની કિંમતનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સુરત શહેર અને જિલ્લામાં ડુપ્લીકેટ માલ બનાવવાની ફેક્ટરીઓ સતત ઝડપાઈ રહી છે. સરથાણા વિસ્તારમાંથી ડુપ્લીકેટ માલ બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે. કંપનીને નકલી સામાન બનાવતી ફેક્ટરી અંગે માહિતી મળી હતી, જેના આધારે પોલીસને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો.

fake goods duplycate goods

- Advertisement -

આ ફેક્ટરી ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી વગર ચાલતી હતી. આ કેસમાં ડેટોલ, હાર્પિક સહિતની અનેક કંપનીઓની તપાસ બાદ પોલીસને સાથે રાખીને નકલી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાંથી નકલી ડેટોલ લિક્વિડનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.

કંપનીના અધિકારીએ હવે નકલી કારખાનાના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલ્યા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. હાલ સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -
Share This Article