UPI Offline Payment USSD: ઇન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ! હવે *99# ડાયલ કરીને ઓફલાઇન ચૂકવણી કરો: જાણો સ્ટેપ-બાય-સ્ટેપ આ નવી સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો

Arati Parmar
2 Min Read

UPI Offline Payment USSD: UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ઘણી વાર UPIનો ઉપયોગ કરતી વખતે એરર આવે છે. આ એરર ઇન્ટરનેટ કનેક્શન ન હોવાથી પણ આવી શકે છે. આથી હવે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને એની મદદથી યુઝર્સ ઓફલાઇન પેમેન્ટ પણ કરી શકશે. એટલે કે મોબાઇલમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ હવે પેમેન્ટ કરી શકાશે. જોકે આ માટે એક પ્રોસેસ છે અને એ સ્ટેપ બાય સ્ટેપ એને કરવી જરૂરી છે. આ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે.

UPIથી ઓફલાઇન પેમેન્ટ કેવી રીતે કરશો?

- Advertisement -

ઇન્ટરનેટ વગર ઓફલાઇન UPIનો ઉપયોગ કરવા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે યુઝરનો મોબાઇલ બૅન્ક એકાઉન્ટ સાથે લિંક હોય. આ લિંક યુઝર બૅન્કમાં જઈને, ઓનલાઇન અથવા તો ઍપ્લિકેશનની મદદથી કરી શકે છે. આ માટે મોબાઇલ નંબર કનેક્ટ કરી UPI પિન સેટ કરવાનો રહેશે. ત્યાર બાદ નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • મોબાઇલ નંબર પરથી *99# ડાયલ કરવાનું રહેશે.
  • એક મેનૂ આવશે એમાં UPI સાથે જોડાયેલી દરેક સર્વિસ જોવા મળશે. ઉદાહરણ તરીકે પૈસા મોકલવા, પૈસા મેળવવા અને બેલેન્સ ચેક કરવું વગેરે વગેરે.
  • ત્યાર બાદ મોબાઇલ પર સેન્ડ મની વિકલ્પ પસંદ કરવો અને પેમેન્ટનો ઓપ્શન પસંદ કરવો. આ દ્વારા UPIથી મોબાઇલ નંબર, UPI આઇડી પર અને સીધા બૅન્ક એકાઉન્ટ નંબર પર પૈસા મોકલી શકાશે.
  • પૈસા મોકલવા માટે કયો વિકલ્પ પસંદ કરવો એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ તમામ માહિતી ભરવાની રહેશે. ત્યાર બાદ જે રકમ મોકલવી છે એ ત્યાં દાખલ કરવાની રહેશે.
  • ત્યાર બાદ પ્રોસેસ પૂરી કરવા માટે UPI પિન દાખલ કરવા માટે કહેવામાં આવશે.

ઓફલાઇન પેમેન્ટ માટે લાગશે ચાર્જ

UPIનો ઉપયોગ ફ્રીમાં કરી શકાય છે. જોકે એ માટે ઇન્ટરનેટ જરૂરી છે. ઓફલાઇન સર્વિસ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વિસ ફ્રીમાં નથી. આથી દરેક પેમેન્ટ માટે યુઝર્સે ચાર્જ આપવાનો રહેશે. આ સર્વિસનો ઉપયોગ ભારતભરમાં કરી શકાશે. દરેક ટૅક્નોલૉજી કંપની મોબાઇલ હેન્ડસેટ પર ઓફલાઇન સર્વિસનો ઉપયોગ કરવા માટે USSDનો ઉપયોગ કરે છે. આ જ સર્વિસ હવે UPI માટે પણ કરી શકાશે.

Share This Article