8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર: હવે બેઝિક પગાર ₹37,440 થશે? જાણો સંપૂર્ણ વિગત

Arati Parmar
3 Min Read

8th Pay Commission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપ્યા બાદથી જ કર્મચારીઓ ખુશ છે. જોકે, હવે આ વાતની ચર્ચા સૌથી વધારે છે કે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે. જોકે, સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે પગારના માળખા (સેલેરી સ્ટ્રક્ચર), મોંઘવારી ભથ્થું (DA) અને ફિટમેન્ટ ફેક્ટરને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ફિટમેન્ટ ફેક્ટરની ગણતરીના હિસાબથી કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક સેલેરી 18 હજાર રૂપિયાથી વધીને 37,440 રૂપિયા થઈ શકે છે.

8મા પગાર પંચ હેઠળ પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા થઈ રહી છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM) અને કર્મચારીઓના સંગઠને ઓછામાં ઓછા 2.86ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી છે. જોકે, એક્સપર્ટનું માનવું છે કે, સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 1.92થી 2.08 વચ્ચે એડજસ્ટ કરી શકે છે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે જ કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવે છે.

- Advertisement -

જો ફિટમેન્ટ ફેક્ટર 2.02 નક્કી થાય છે, તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 37,440 રૂપિયા થઈ શકે છે. જ્યારે પેન્શન 9,000 રૂપિયાથી વધીને 18,720 રૂપિયા થઈ શકે છે. પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી જાય છે, તો પગાર 186% વધી શકે છે. જો આમ થશે તો લઘુત્તમ પગાર (બેઝિક સેલેરી) વધીને 51,480 રૂપિયા અને પેન્શન વધીને 25,740 રૂપિયા થશે. તમને જણાવી દઈએ કે, 2014માં બનેલા 7મા પગાર પંચે નવેમ્બર 2015માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેનો અમલ વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચની ભલામણો મુજબ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 23.5%નો વધારો કરવામાં આવ્યો હતો.

જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચ (8th Central Pay Commission)ની રચનાને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તમામ સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે આઝાદી પછી સાત પગાર પંચની રચના કરવામાં આવી છે, જેમાંથી છેલ્લું એટલે કે 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. તેની અવધિ 2026માં સમાપ્ત થઈ રહી છે. હવે વર્ષ 2025માં નવી ભલામણો તૈયાર કરવા માટે આઠમા પગાર પંચની રચના કરવામાં આવશે.

- Advertisement -

ભારત સરકાર સમયાંતરે પગાર પંચની રચના કરે છે, જે તમામ સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓના પગાર માળખા (સેલેરી સ્ટ્રક્ચર)ને લગતી ભલામણો આપે છે. આઝાદી પછી 1947માં પ્રથમ પગાર પંચની રચના કરવામાં આવી હતી. ત્યારથી સાત પગારપંચ લાગુ કરવામાં આવ્યા છે.

- Advertisement -
Share This Article